ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
મુલુંડમાં એક દંપતીને ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને 19.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ગ્રાહક પંચે આપ્યો છે. દંપતીને ફ્લૅટનો કબજો સોંપવા માટે દાયકા સુધી બિલ્ડરે રઝળાવ્યા હતા.
બિલ્ડર તરફથી ઘર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. એથી આ દંપતીને ભાડાના ઘર માટે વારંવાર સ્થળાંતર કરવું પડતું હતું. એથી તેના 28,000 રૂપિયા ટ્રાન્સપૉર્ટેશનના અને લીવ ઍન્ડ લાઇસન્સના રજિસ્ટ્રેશન પેટે 1.70 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ બિલ્ડરને આપવામાં આવ્યો હતો.
મુલુંડના આ દંપતીએ 2008માં પોતાનો ફ્લૅટ ખાલી કર્યો હતો. બિલ્ડરે તેમને નવો ફ્લૅટ 2011માં આપવાનું વચન આપ્યું હતું. જોકે ફ્લૅટ છેક 2017માં તૈયાર થયો હતો, પરંતુ ફ્લૅટનું અંદરનું કામ બાકી હોવાથી દંપતીએ એનો કબજો લીધો નહોતો.
દંપતીએ 2018માં મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં એની ફરિયાદ નોંધાવી હતી. દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.