News Continuous Bureau | Mumbai
Mumbai: મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) દ્વારા, મુંબઈ મહાનગર પાલિકામાં લગભગ બે દાયકાથી કથિત રીતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા 2,700 સફાઈ કામદારોને ‘કાયમી’ કરવાનો આદેશ આપવા છતાં. તેમ કરવામાં નિષ્ફળ જવા બદલ સુપ્રીમ કોર્ટએ મહાપાલિકાની આકરી ટીકા કરી હતી. તેમજ આદેશનું પાલન કરવાની વારંવાર તકો આપવા છતાં પણ મહાપાલિકા ( BMC ) દ્વારા તેમ ન કરવામાં આવતા. હવે પાલિકા કમિશનર અને અન્ય અધિકારીઓએ 19 માર્ચે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવું પડશે.
એવું લાગે છે કે મહાપાલિકા સત્તાવાળાઓએ મોટાભાગે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. તેથી, મહાપાલિકા કમિશનર ( Iqbal Singh Chahal ) , ડેપ્યુટી કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) અને ચીફ એન્જિનિયર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)ને 19 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની ખંડપીઠે 5 માર્ચના પોતાના આદેશમાં આ જણાવ્યું હતું.
શું છે આ મામલો…
ગાર્બેજ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન ( Garbage Transport Labor Union ) દ્વારા 7મી એપ્રિલ, 2017ના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ મહાપાલિકા કમિશનર અને અન્ય અધિકારીઓ સામે અવમાનની યાચિકા ( Petition ) દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન કરવા પાલિકાને વારંવાર તકો આપી હતી. જોકે, 12 ડિસેમ્બર 2023ના રોજ થયેલી સુનાવણીમાં પણ પાલિકાએ આદેશનું પાલન કર્યું ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પાલિકાએ તેમને એક છેલ્લી તક આપવા વિનંતી કરી હતી. તેથી, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર આદેશનું પાલન કરવા માટે વધુ આઠ અઠવાડિયા આપ્યા બાદ વધુ સમય આપવામાં આવશે નહીં. જે બાદ સુનાવણી 5 માર્ચ, 2024ના રોજ નક્કી કરવામાં આવી હતી. આ તારીખે થયેલી સુનાવણીમાં બેન્ચે કોર્ટમાં આવેલા રિપોર્ટ તેમજ હજી સુધી આદેશનું પાલન ન થયાની ગંભીર નોંધ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Gold Silver Rate Today: સોનું તમામ રેકોર્ડ તોડી, 65000ને પાર કરી; જાણો શું છે ચાંદીની સ્થિતિ..
ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક કોર્ટે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોને કાયમી કરવાનો આદેશ આપ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે આ આદેશને યથાવત રાખ્યો હતો. તેમ જ સુપ્રીમ કોર્ટે 7 એપ્રિલ, 2017ના રોજ તેમાં થોડો ફેરફાર કર્યો હતો અને તેના અમલનો આદેશ આપ્યો હતો. સાત વર્ષ પછી પણ પાલિકા સત્તાધીશોએ આ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી. પરિણામે, કામદારો દ્વારા અવમાન યાચિકા દાખલ કરવામાં આવી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે આ અંગે કહયુ હતું કે, બે વખત આદેશ આપ્યા બાદ પણ પાલિકા સફાળી જાગી નથી. તેમજ 2,700 કામદારોમાંથી એકને પણ કાયમી સેવાનો લાભ આપવામાં આવ્યો ન હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાં કોર્ટના આદેશ બાદ પણ અધિકારીઓએ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી. આથી અવમાન યાચિકા દાખલ થતાં હવે કમિશનર અને અન્ય અધિકારીઓને જાતે કોર્ટમાં હાજર થવું પડશે. હાજર થવાના દિવસે પણ, કમિશનરને આ આદેશના પાલનની અપડેટ વિગતો આપવાની મંજૂરી આપવામાં આવશે’, બેન્ચે તેના આદેશમાં આનો ઉલ્લેખ કર્યો છે.
નોંધનીય છે કે, 2007માં ગાર્બેજ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને ઈન્ડસ્ટ્રીયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમાં કોર્ટે આપેલા આદેશ મુજબ, વર્ષ 2004, 2005 અને 2006 માં તેમની ભરતીની તારીખથી 240 દિવસ પૂર્ણ થયા પછી કામદારોને સેવામાં રાખવા મહાનગર પાલિકા માટે ફરજિયાત બન્યું હતું. જોકે, પાલિકાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે 22 ડિસેમ્બર 2016ના રોજ પાલિકાની અરજી ફગાવી દીધા બાદ પાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 7 એપ્રિલ, 2017 ના રોજ, સુપ્રીમ કોર્ટે એક આદેશ પસાર કર્યો હતો કે ‘જે કામદારો નોકરી કરે છે તેઓને 240 દિવસ પૂર્ણ થયાની તારીખ પછી પણ સેવામાં કાર્યરત હોય તો તે, કાયમી કામદાર માનવામાં આવશે. ઔદ્યોગિક અદાલતનો આદેશ એટલે કે 240 દિવસ પૂરા થવાને બદલે 13 ઓક્ટોબર, 2014. જોકે, પાલિકાએ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું ન હતું. આથી સંસ્થાએ પાલિકા સામે અવમાનની યાચિકા દાખલ કરી હતી.