ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
બૉમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને જાહેરમાં જનહિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન નોટિસ ફટકારી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રુકૉલર મોબાઇલ ઍપ્લિકેશને દેશના કાનૂની ધારાધોરણનું ઉલ્લંઘન કરી યુઝર ડેટા વહેંચ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠ શશાંક પોસ્તુરે PIL પર સુનાવણી કરી રહી હતી.
અરજદારે અદાલતને જણાવ્યું હતું કે "ટ્રુકોલર ઍપ્લિકેશન તમામ વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કરે છે. એ વપરાશકર્તાઓની સંમતિ વિના તેના કેટલાક ભાગીદારો સાથે આવા ડેટાને વહેંચે છે. આ એક મેનિપ્યુલેટિવ સેટઅપ છે, કારણ કે વપરાશકર્તા પાસે કોઈ વિકલ્પ નથી. ઍપ્લિકેશન પણ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સેવા માટે વપરાશકર્તાઓની સંમતિ વિના અથવા યોગ્ય પ્રક્રિયા વિના નોંધણી કરાવે છે."
તો શું ગિરગામ ચોપાટી પર આવેલી આ ૫૦ વર્ષ જૂની અને પ્રખ્યાત હૉટેલ બંધ થશે? જાણો વિગત
કોર્ટે પૂછ્યું કે આ ભાગીદારો કોણ છે જે લાભ મેળવે છે, ત્યારે પોસ્તુરેએ જવાબમાં કહ્યું હતું કે "ગૂગલ ઇન્ડિયા, ભારતી ઍરટેલ, ICICI બૅન્ક આ લાભ લે છે અને દાવો કર્યો હતો કે ઘણી લોન પૂરી પાડતી કંપનીઓ પણ ઍપ્લિકેશન દ્વારા આવા ડેટા લીકના લાભાર્થી છે.”
હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર, રાજ્ય IT વિભાગને નોટિસ ફટકારી છે અને આગામી ત્રણ અઠવાડિયાંમાં પોતાનો જવાબ નોંધાવવા જણાવ્યું છે.