ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઓગસ્ટ. 2021
શનિવાર.
કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે એક્શન લેતા સમયે મુંબઈ પોલીસનો દરેક પોલીસ યુનિફોર્મમાં જ હોવો જોઈએ એ મુજબનો સરક્યુલર મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળેએ બહાર પાડયો હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ પોલીસની અંતગર્ત આવતા તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માટે પોલીસ કમિશનરે સરક્યુલર બહાર પાડ્યો છે. તે મુજબ ડયુટી પર હોવા દરમિયાન યુનિર્ફોમ પહેરીને જ લોકો સામે કાર્યવાહી કરવાની રહેશે.
ડયુટી પર હોવા છતાં યુનિફોર્મ નહીં પહેરતા પોલીસો નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડતા હોય છે. તેનો ફાયદો ઠગો ઉઠાવી રહ્યા છે. પોતાની જાતને પોલીસ કહીને આ ઠગ સિનિયર સિટિઝનો અને મહિલાઓને ફસાવીને તેમને દંડને બહાને લૂંટી રહ્યા હોવાની અનેક ફરિયાદો આવી રહી છે. તેને કારણે પોલીસની ઈમેજ ખરાબ થઈ રહી છે એવું કહીને પોલીસ કમિશનરે ડયુટી પર તમામ પોલીસને યુનિફોર્મ પહેરવાનો આદેશ છે.