News Continuous Bureau | Mumbai
આજીવિકા રળવા કુવૈત(Kuwait) ગયેલી મુંબઈ પાસેના મીરા રોડની(Mira Road) એક મહિલાનો શેખના(Sheikh) સકંજામાંથી ભાયંદર પોલીસની(Bhayander Police) ભરોસા સેલના(Bharosa cell) મહિલા પોલીસે ઈન્સ્પેકટરે(Women police inspector) છૂટકારો કરાવ્યો હતો. પીડિત મહિલાને હેમખેમ ભારત લાવવામાં સફળતા મળી છે.
મળેલ માહિતી મુજબ ભાયંદર(વેસ્ટ) રહેતી જ્યોતિ પાંડે(Jyoti Pandey) નામની મહિલાએ ભાયંદર(વેસ્ટ) પોલીસ સ્ટેશનના ભરોસા સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે ઘરકામ કરનારી 40 વર્ષની મહિલા એક કંપનીના એજન્ટ(Company agent) મારફતે કુવૈત ગઈ હતી. ત્યાં તેને ઘરના માલિકાના બે નાના બાળકોની દેખરેખ અને સાફ સફાઈ નું કામ તેમ જ રસોઈનું(Cooking) કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. તે માટે તેને માસિક 40,000 રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો. જોકે તે મહિલા કુવૈત ગયા બાદ તેની સાથે છેતરપિંડી(Fraud) થઈ હોવાનું જણાયું હતું.
પીડિત મહિલાને ત્યાં ગયા બાદ ઘરના માલિક મોસાઝ અબ્દુલાના(Owner Mosaz Abdullah) 9 બાળકોની દેખરેખ સહિત 5થી 6 ઘરોની સફાઈનું કામ કરવાનું હતું. આ બધા કામ કરવામાં તેના દિવસના 22 કલાક નીકળી જતા હતા. તેથી તે શારીરિક અને માનસિક (Physical and mental exhausted) રીતે થાકી જતી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની જોખમી ઈમારતો બની માથાનો દુખાવો-જોખમી ઈમારતોને લઈને BMCએ લીધો આ નિર્ણય-જાણો વિગત
પીડિત મહિલાએ ભાયંદરમાં જ્યોતિ પાંડેનો સંપર્ક કર્યો હતો અને જ્યોતિએ ભરોસા સેલનો સંપર્ક કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ ભરોસા સેલ દ્વારા જ થોડા મહિના પહેલા દક્ષિણ આફ્રિકાથી(South Africa) ડોમેસ્ટીક વાયલન્સનો(Domestic violence) ભોગ બનેલી મહિલાને પાછી લાવવામાં સફળતા મળી હતી.
આ દરમિયાન કુવૈતમાં પીડિત મહિલાના માલિકે તેનો મોબાઈલ છીનવી લીધો હતો. ભરોસા સેલના પોલીસ અધિકારી તેજશ્રી શિંદેએ(Tejashree Shinde) આ પ્રકરણની ફરિયાદ તેમની પાસે આવ્યા બાદ તેમણે પોતાના ઉચ્ચ અધિકારીઓ(High officials) સુધી પહોંચાડી હતી. ત્યારબાદ તેમણે કુવૈત સ્થિત ઇન્ડિયન એમ્બેસીનો(Indian Embassy) સંપર્ક કર્યો હતો અને તેમને પૂરી બાબતની વાકેફ કર્યા હતા.
આ દરમિયાન ભરોસા સેલના પોલીસ અધિકારી તેજશ્રી શિંદેએ પીડિત મહિલાના પતિ સાથે સંપર્ક કર્યો હતો અને તેના મારફત પીડિત મહિલાને શાકભાજી લેવાને બહાને ઈન્ડિયન એમ્બેસીમાં પહોંચી જવાનું કહેવામાં આવ્યું હતું. એમ્બેસીની મદદથી તે એક સેન્ટરમાં બે દિવસ રહી હતી ત્યાર બાદ કુવૈત ફરિયાદ નોંધાઈ હતી અને તેના માલિક મોસાઝ અબ્દુલાને લેબર કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. ત્યાં તેને પીડિત મહિલાનો પાસપોર્ટ(Passport) લાવવા કહ્યું હતું. લેબર કોર્ટે(Labor Court) પીડિત મહિલાને ચાર જુલાઈના પોતાના ખર્ચે ભારત પાછા ફરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ભરોસા સેલે તેમની ટિકિટ અને અન્ય ઔપચારિક બાબતો પૂરી કરીને તેમને ભારત પાછા લાવવામાં મદદ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : વરસાદ મહેરબાન તો મુંબઈને પાણી આપનાર તળાવ પહેલવાન-ખાલી ચાર દિવસનો વરસાદ અને ૪ મહિના ચાલે તેટલું પાણી-જાણો આંકડા અહીં
આ પૂરી કાર્યવાહી મીરા-ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનર અંતર્ગત આવતા ભાયંદર પોલીસની ભરોસા સેલ મારફત કરવામાં આવી હતી. એ સહિત ડેપ્યુટી પોલીસ કમિશનર(ક્રાઈમ) વિજયકાંત સાગર તથા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અમોલ માંડવેના માર્ગદર્શનમાં ભરોસા સેલના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર તેજશ્રી શિંદે, સચિન તાંબે, સમૃદ્ધિ ભગત, આફરીન જુનેદી દ્વારા કરવામાં આવી હતી.