ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
હાલમાં દિવાળીનો ઉત્સાહ મુંબઈગરાઓમાં ભરપૂર દેખાઈ રહ્યો છે. કોરોનાનો ડર લોકોનાં મનમાં હવે રહ્યો ન હોય એવું જોવા મળી રહ્યું છે. બેફિકર થઈને લોકો ફરી રહ્યા છે, પરંતુ મુંબઈ પરથી હજી કોરોનાનો ખતરો ટળ્યો નથી. પાલિકાએ નાગરિકોને સાવધાની રાખવાની વિનંતી કરી છે.
કોરોના કાબૂમાં આવ્યો હોવા છતાં રોજ સેંકડો દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સાવચેતીનાં પગલાંરૂપે પાલિકા કોરોના જમ્બો સેન્ટર શરૂ રાખશે. દિવાળી દરમિયાન બજારમાં ભીડ થશે, ત્યાર બાદ ક્રિસમસ અને વર્ષના અંતે નવા વર્ષના સ્વાગત માટે થનારી પાર્ટીઓ થકી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો કાયમ રહે એવી શક્યતા છે. એથી ડિસેમ્બર સુધી પાલિકા નિરીક્ષણ કરશે. શહેરમાં અત્યારે કોરોનાના ઍક્ટિવ 4,101 દર્દીઓ છે, સાજા થવાનું પ્રમાણ 97 ટકા છે. દર્દીઓ વધવાનું પ્રમાણ 0.05 ટકા છે. મુંબઈમાં 43 ઇમારતો સીલ કરાઈ છે.
કાંદિવલી ઊતર્યું સમીર વાનખેડેના સમર્થનમાં; કરવામાં આવી સહીઝુંબેશ : જાણો વિગત
પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી હોવા છતાં હજી ખતરો પૂર્ણ રીતે ટળ્યો નથી. લૉકડાઉન શિથિલ હોવા છતાં નાગરિકોએ સાવચેતી રાખવી આવશ્યક છે.