ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
મુંબઈમાં હાલ કોરોના ને કારણે 10 હજારથી વધુ ઇમારતો પૈકી પાંચ હજાર પશ્ચિમના પરામાં આવેલી છે. એમાં પણ તે રસો ઇમારત એકલા બોરીવલીમાં છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં કોરોના એ ફરી ઉથલો માર્યો હતો. ત્યારે નવી બનેલી બી એમ સી ની નવી નીતિ અનુસાર જે કોઈ બિલ્ડિંગમાં 10 થી વધુ દર્દીઓ હોય અથવા એક સાથે બે કે વધુ ફ્લોર પર દર્દીઓ જોવા મળે તો આખી ઈમારત ને સીલ કરવાનો નિયમ છે.
બોરીવલીમાં અત્યાર સુધી મળી આવેલા 80 ટકાથી વધુ દર્દીઓ ઊંચી ઇમારતોમાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓના એક્ટિવ કોરોનાના કેસ છે એવી બિલ્ડિંગમાં બે અથવા વધુ પરિવારો હોવા છતાં બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે. બોરીવલી પાલિકાના આર-મધ્ય વૉર્ડના ઓફિસરના જણાવ્યા મુજબ, જે બિલ્ડીંગમાં વધુ કેસો નોંધાય તે આખી બિલ્ડીંગનું પરીક્ષણ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ સીડી અને એક જ લિફ્ટનો ઉપયોગ બધા કરતા હોય છે. તેથી વધુ લોકોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે..