Site icon

RTI માં થયો મોટો ખુલાસો: પ્રત્યેક કોવિડ કેર કોચ પર 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ હજી સુધી કોઈ દર્દી દાખલ થયો નથી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

23 ઓક્ટોબર 2020

દેશમાં અચાનક કોરોના નામની મહામારી ફાટી નીકળતા યાર્ડમા ઉભેલી  રેલ્વે ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવ્યાં હતાં. કોચને ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રૂપાંતરિત કરવાની રેલ્વેની પહેલ પ્રશંસનીય હતી, પરંતુ તેને વધુ સારી રીતે આયોજન અને અમલીકરણની જરૂર હતી. વિવિધ રાજ્યોમાં જરૂરી કવોરેન્ટાઇન બેડ અને ડોક્ટરોની સંખ્યા શોધવા માટે પહેલા સર્વે થવું  જોઈતુ હતું. રાજ્યો પણ, આ કોચને અપૂરતા પલંગ ધરાવતા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મૂકીને આનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત. આ ભંડોળનો ઉપયોગ તબીબી સહાય આપવા અથવા રેલ્વેની જમીન પર હોસ્પિટલો બનાવવા માટે થઈ શકતો હતો. કારણકે એક એક કોચ પાછળ સરકાર ને 2 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો છે. એમ એક RTI દ્વારા જાણવા મળ્યું છે.

આ બાબતે રેલ્વે એ કહ્યું હતું કે તે કોચના દર્દીઓ માટે, તેની જાળવણી માટે, ખોરાક, બેડ અને કર્મચારીઓ માટે PPE કીટ માટે કુલ મળીને આઇસોલેશન કોચ દીઠ અંદાજે 2 લાખ રૂપિયા ખર્ચ કરે છે . રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું કે આ 5,213 કોચ માટે રેલવેનો અંદાજપત્રીય અંદાજ છે, તેના માટેના નાણાં પહેલાથી જ કેન્દ્રીય કોવિડ કેર ફંડમાંથી પ્રાપ્ત થઈ ચૂક્યા છે. કોવિડ19 ફંડમાંથી રેલવે મંત્રાલયને અત્યાર સુધીમાં 620 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version