ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા બાદ મુંબઈગરા દિવસે ને દિવસે બેદરકાર બની રહ્યા છે. માસ્ક નહીં પહેરવાથી લઈને તમામ કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ મુંબઈની હાઈફાઈ સોસાયટીઓમાં રહેતા ધનાઢ્ય પરિવારોમાં કોરોના કેસમાં વધારો થયો છે. દક્ષિણ મુંબઈના ચાર પરિવાર વૅકેશન માણીને પાછા આવ્યા બાદ કોરોનાનો ભોગ બન્યા છે.
ગણેશોત્સવ બાદ મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હતું. જોકે સદનસીબે નવા દર્દીની સંખ્યા નિયંત્રણમાં હોવાથી ત્રીજી લહેરનું જોખમ ટળી ગયું હતું. જોકે હવે ધીમે ધીમે ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે. D વૉર્ડમાં આવેલા પેડર રોડ, નેપિયન્સી રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ, અલ્ટા માઉન્ટ રોડ, ગામદેવી જેવા પૉશ વિસ્તારોમાં ફરી કોરોનાના કેસ વધી ગયા છે. એમાં પણ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે.
કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી D વૉર્ડ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. એમાં દર્દી સાથે વાત કર્યા બાદ ચોંકવનારી વિગત બહાર આવી હતી. લૉકડાઉનને કારણે મહિનાઓ સુધી ઘરે બેસવું પડ્યું હતું. એને કારણે અનેક લોકોને માનસિક અસર થઈ છે. એથી એમાંથી બહાર નીકળવા માટે રજાને દિવસે લોકો મુંબઈ બહાર ફરવા નીકળી રહ્યા છે. દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારના અમુક રહેવાસીઓ ફરીને આવ્યા બાદ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે.
એક કલાકમાં 25 હજાર કાર વેચાઇ : જાણો મેક ઈન ઇન્ડિયાની એ ગાડી વિશે
પાલિકાના કહેવા મુજબ વેક્સિન લીધા બાદ લોકો બેદરકારીપૂર્વક વર્તી રહ્યા છે. માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. ભીડ કરી રહ્યા છે, જેને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી ગયુ છે.
છેલ્લા સાત દિવસમાં D વૉર્ડમાં વધી ગયેલા કોરોનાના કેસ
દિવસ દર્દીની સંખ્યા
1 ઑક્ટોબર 21
2 ઑક્ટોબર 21
3 ઑક્ટોબર 10
4 ઑક્ટોબર 15
5 ઑક્ટોબર 24
6 ઑક્ટોબર 37
7 ઑક્ટોબર 40