ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દેશ તેમજ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. એવી જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોને પણ પગપેસારો શરૂ કરી દીધો છે. મુંબઈમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી જ રીતે, જો મુંબઈમાં દૈનિક દર્દીઓની સંખ્યા 20,000 થી વધી જાય, તો મુંબઈમાં કડક પ્રતિબંધો પર વિચારણા થઈ શકે છે, એવી ચેતવણી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને મેયર કિશોરી પેડનેકર દ્વારા આપવામાં આવી છે.
હાલમાં, મુંબઈમાં દર્દીઓની સંખ્યાના દૈનિક આંકડા ચિંતાજનક છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 15 હજાર 166 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ ત્રણ દર્દીઓના મોત થયા છે. તો 714 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. હાલમાં મુંબઈમાં 61 હજાર 923 સક્રિય દર્દીઓ છે.
જાણો છેલ્લા 15 દિવસના મુંબઈમાં કોરોના દર્દીના આંકડા
તારીખ મુંબઈમાં દર્દીઓની સંખ્યા
21 ડિસેમ્બર 327
22 ડિસેમ્બર 490
23 ડિસેમ્બર 602
24 ડિસેમ્બર 683
25 ડિસેમ્બર 757
26 ડિસેમ્બર 922
27 ડિસેમ્બર 809
28 ડિસેમ્બર 1,377
29 ડિસેમ્બર 2,510
30 ડિસેમ્બર 3,671
1 જાન્યુઆરી 6,347
2 જાન્યુઆરી 8,063
3 જાન્યુઆરી 8,082
4 જાન્યુઆરી 10,860
5 જાન્યુઆરી 15,166
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મહત્વની વાત એ છે કે 90 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો નથી. માત્ર 10 ટકા દર્દીઓમાં જ લક્ષણો જોવા મળે છે. તેમાંથી માત્ર 2% લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ટાસ્ક ફોર્સની ભલામણો પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સલાહ લેવામાં આવશે. મંત્રીએ રસીકરણ પર ભાર મૂક્યો અને કહ્યું કે જેમને હજુ સુધી રસી આપવામાં આવી નથી તેમને તાત્કાલિક રસી લઇ લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોરોના અને ઓમિક્રોન કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, મુંબઈએ જાહેર સ્થળો, શાળાઓ, કોલેજોમાં નિયંત્રણો પહેલાથી લગાવી દીધા છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, સહેલગાહ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળો સાંજે 5થી સવારના 5 વાગ્યા સુધી લોકો માટે બંધ કરવામાં આવ્યા છે.