Site icon

સારા સમાચારઃ મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. સોમવારે મુંબઈમાં માત્ર 356 નવા કેસ નોંધાયા હતા, જયારે મૃત્યુ આંક પણ માત્ર પાંચ રહ્યો હતો. તો મહારાષ્ટ્રમાં પણ 24 કલાક ફક્ત 6,346 નવા કેસ નોંધાયા હતા.

મુંબઈમાં સોમવારે માત્ર 356 કેસ નોંધાયા હતા. 21 ડિસેમ્બર 2021 પછીના સૌથી ઓછા કેસ નોંધાયા હતા.  એ સાથે જ મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 10,50,194 થઈ ગઈ છે. 24 કલાકમાં પાંચ મોતની સાથે જ છેલ્લા બે વર્ષનો કોરાનાને કારણ મૃત્યુઆંક 16,666 થઈ ગયો છે.

ઘાટકોપરના બિઝનેસન પાર્કમાં લાગી આગઃ લોકોનો ચમત્કારીક બચાવ જાણો વિગત,જુઓ વિડિઓ

મુંબઈમા 21 ડિસેમ્બર 2021થી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે જ 24 કલાક દરમિયાન કોરાનાના વેરિયન્ટ ઓમાઈક્રોનનો એક પણ કેસ નોંધાયો નહોતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમાઈક્રોનના 3,334 કેસ નોંધાઈ ચૂકયા છે.

મુંબઈમાં હાલ રિકવરી રેટ 98 ટકા છે, તે કેસ ડબલ થવાનો સમયગાળો 760 દિવસનો છે. 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version