નવી મુંબઈ ટ્રાન્સ હાર્બર રૂટ પર પ્રવાસ કરનારા મુસાફરો માટે સારા સમાચાર છે. દિઘા રેલવે સ્ટેશનનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ ખાતરી આપી છે કે દિઘા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન 6 એપ્રિલ પછી કરવામાં આવશે. પૂર્વ સાંસદ સંજીવ નાઈક રાવસાહેબ દાનવેને મળ્યા, જ્યારે તેમણે દાનવેને દિઘા રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન વિશે પૂછ્યું તો દાનવેએ કહ્યું કે આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન 6 એપ્રિલ પછી કરવામાં આવશે.
બજેટ સત્ર બાદ ઉદ્ઘાટન
પૂર્વ સાંસદ સંજીવ નાઈકે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન નાઈકે રાવસાહેબ દાનવેને વિનંતી કરી હતી કે દિઘા રેલવે સ્ટેશનના તમામ કામો પૂર્ણ થઈ ગયા છે અને સ્ટેશનને મુસાફરો માટે વહેલી તકે ખોલવામાં આવે. દરમિયાન, રાવસાહેબ દાનવેએ ખાતરી આપી છે કે સંસદના બજેટ સત્રની સમાપ્તિ પછી તરત જ દિઘા સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે આ રૂટ પરથી મુસાફરી કરતા મુંબઈના સામાન્ય લોકો માટે એક સારા સમાચાર છે.
આ સમાચાર પણ વાંચો : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ ખાસ વ્યક્તિ સાથે સીઝનની પહેલી કેરીનો સ્વાદ માણ્યો, આપ્યું અનોખું કેપ્શન.. જુઓ વિડીયો..