News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ એરપોર્ટ ( Mumbai Airport ) કસ્ટમ્સ વિભાગે, છેલ્લા 28 દિવસમાં, બહુવિધ અલગ અલગ કેસોમાં 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું. છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ-અલગ કેસમાં રૂ.1.20 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગના અધિકારીએ મિડીયા સાથે વાત કરતા આપેલા એક નિવેદન અનુસાર, પ્રથમ કિસ્સામાં, એક મહિલાને મીણના વેક્સના સ્વરુપમાં ગોલ્ડ ડસ્ટના બે ટુકડા લઈ જતા અટકાવવામાં આવી હતી. જેનું કુલ વજન 505 ગ્રામ રૂ.32.94 લાખની કિંમતનું હતું. મિડીયા રિપોર્ટ અનુસાર, આ મહિલા પ્રવાસીએ ગોલ્ડ ડસ્ટે વેક્સના સ્વરુપમાં ગુદામાર્ગમાં છુપાવીને પ્રવાસ કરી રહી હતી.
Mumbai: વધુ પૈસા કમાવવાની લાલચે લોકો આમાં સંડોવાય રહ્યા છે.
શનિવારે બીજા એક કેસમાં, યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત એક મહિલાને અટકાવવામાં આવી હતી. જેમાં રૂ. 70.15 લાખની કિંમતના 1.173 કિગ્રાના ચોખ્ખા વજનવાળા સાત સોનાના ( Gold ) પીગળેલા ટુકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સોનાના બાર મહિલા પ્રવાસી દ્વારા હેન્ડબેગમાં છુપાવવામાં આવ્યા હતા. તો શનિવારે, બીજા એક અલગ કેસમાં કેન્યાની એક મહિલાને અટકાવવામાં આવી હતી અને તેની પાસેથી રૂ. 17.10 લાખની કિંમતના 286 ગ્રામના ચોખ્ખા વજનવાળા બે સોનાના ( Gold smuggling ) પીગળેલા બાર જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા પ્રવાસી દ્વારા પહેરવામાં આવેલા આંતરિક વસ્ત્રોમાં સોનાના બાર છુપાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : LIC Jeevan Anand: LICની આ શાનદાર સ્કીમમાં દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરી મેળવો 25 લાખ રૂપિયા.. આ છે સંપૂર્ણ ગણિત..
હાલ કસ્ટમ વિભાગ ( Customs Department ) સોનાની દાણચોરીને નિષ્ફળ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમ છતાં, આવા કિસ્સાઓ દરરોજ વધી રહ્યા છે. આ મુખ્યત્વે એટલા માટે છે કારણ કે વિવિધ દેશોની ઘણી ફ્લાઇટ્સ દરરોજ એરપોર્ટ પરથી આવે છે અને ઉપડે છે અને લાખો મુસાફરો દરરોજ મુસાફરી કરે છે. તેમજ વધતી જતી મોઘવારી અને વધતી જતી લાઈફસ્ટાઈલને જાળવી રાખવા માટે વધુ પૈસાની લાલચે ઘણા મુસાફરો આવા દાણચોરીના મામલામાં સંડોવાતા રહે છે.