News Continuous Bureau | Mumbai
Cyber Fraud: દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો નવી મુંબઈમાં ( Navi Mumbai ) સામે આવ્યો છે, જ્યાં સાયબર ઠગોએ એક શખ્સને ફસાવીને તેની સાથે રુ. 1. 36 કરોડની છેતરપિંડી કરી હતી. પીડિતની ફરિયાદ પર પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં એક કંપની અને તેમાં કામ કરતા બે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે હાલ તપાસ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, 20 જાન્યુઆરીએ નવી મુંબઈના 48 વર્ષીય ફરિયાદીને સાયબર ઠગોએ વોટ્સએપ ( WhatsApp ) દ્વારા સંપર્ક કર્યો હતો. તેમજ તેને શેર ટ્રેડિંગમાં ( share trading ) રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ સાથે રોકાણ પર સારા વળતરનું વચન પણ ફરિયાદીને આપવામાં આવ્યું હતું. પીડિત આરોપીની વાતમાં આવી જતાં. તેની સૂચના મુજબ ફરિયાદીએ પૈસાનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે ફરિયાદીએ વિવિધ બેંક ખાતાઓમાં 1.36 કરોડ રૂપિયા જમા કરાવ્યા. પરંતુ ફરિયાદીને તે બાદ તેના રોકાણ પર તેનું વળતર મળ્યું ન હતું.
આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી….
જ્યારે ફરિયાદીને આરોપી પાસેથી કોઈ પૈસા ન મળતા તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તેણે પોલીસનો સંપર્ક કર્યો. આરોપી સામે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ શેર ટ્રેડિંગ કંપનીમાં કામ કરતા હતા, હાલ આ બંને આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. જો કે આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: ભાજપ Vs INDIA ગઠબંધન, સીટોના હિસાબે કયા રાજ્યમાં કોનું પલડુ ભારે છે? જાણો તમામ રાજ્યોની સ્થિતિ
જો કે, છેલ્લા કેટલાક સમયથી નવી મુંબઈ વિસ્તારમાં સાયબર ઠગની ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે. અહીં મોટી સંખ્યામાં સાયબર ફ્રોડના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આ મહિને, 9 માર્ચે, નવી મુંબઈના એક શખ્સે પણ આવી જ રીતે સાયબર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. તેની સાથે 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની ઓળખ સિક્યોરિટી ફર્મ અને વેબસાઇટના કર્મચારીઓ તરીકે કરવામાં આવી હતી.
સાયબર ફ્રોડમાં વધારો થવાનું કારણ લોકોમાં જાગૃતિ ન હોવાનું છે. સાયબર ક્રાઈમ ( Cybercrime ) વિરુદ્ધ તમામ ઝુંબેશ અને છેતરપિંડીના કેસો હોવા છતાં, લોકો હજુ પણ અજાણ્યા લોકો સાથે OTP શેર કરીને નુકસાન સહન કરે છે. તે જ સમયે, તેઓ અજાણ્યા નંબરોથી મોકલવામાં આવેલા એસએમએસ, વોટ્સએપ અથવા મેઇલ દ્વારા પ્રાપ્ત લિંક પર ક્લિક કરીને આ બદમાશોનો શિકાર બની રહ્યા છે. આંકડાઓ અનુસાર, યુપીમાં મિત્રતાના નામે સેક્સટોર્શન અને છેતરપિંડી સૌથી વધુ થાય છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવીને છેતરપિંડી કરવાના કિસ્સાઓ પણ હાલ વધ્યા છે.