વાવાઝોડાનું પરિણામ : જમ્બો કોવિડ સેન્ટરમાંથી સેંકડો દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

શનિવાર

મુંબઈ શહેરમાં આવનારા બે દિવસ અઘરા છે. વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ પડી શકે છે તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઇસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક સ્વરૂપે અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

'તૌકતે' વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે
 

આ ઉપરાંત જમ્બો સેન્ટરની આસપાસ આવેલાં ૩૮૪ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે.

આમ એક તરફ કોરોના સામે લડી રહેલી મુંબઈ મહાનગરપાલિકાને એકાએક ઝડપી પગલાં લેવાં પડ્યાં છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment