ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈની શાળાઓ ખૂલી ગઈ છે. વિધાર્થીઓ અને શિક્ષકો સહિત વાલીઓ પણ રાજી છે. દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ લેનારા બાળકો માંડ મોબાઈલથી દૂર થયાનો આનંદ વાલીઓને થઈ રહ્યો છે. દહિસરની પાલિકાની શાળાના વાલીઓએ તો શાળાને આ બાબતે પત્ર સુદ્ધા મોકલીને રાજીપો વ્યક્ત કર્યો હતો.
દહિસર પૂર્વના અશોકવનની મુંબઈ પબ્લિક સ્કૂલમાં ગઈ કાલે ૧૦૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી હતી. વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ હતા. તેમણે શિક્ષકો અને મિત્રો સાથે સેલ્ફી લીધી હતી. શાળામાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હતું.
મલબાર હિલમાં દરિયામાં તરવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુઃ આટલા લોકોને બચાવી લીધા; જાણો વિગત
શાળાના પ્રિન્સિપાલ અસ્મિતા બોરકરે કહ્યું હતું કે અમે ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને જોઈને અમને ખુશી થઈ હતી. ઓનલાઈન ક્લાસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધાને જ અઘરા પડતા હતા.
એક વાલીએ જણાવ્યું હતું કે, 'ઓનલાઇન લેક્ચર બહુ જ ત્રાસદાયક હતા. કારણકે વિદ્યાર્થીઓ ક્લાસ પત્યા પછી મોબાઈલ ફોનમાં ગેમ રમતા હતા.' તો અન્ય વિદ્યાર્થીની માતાએ કહ્યું હતું કે, 'ઓનલાઇન ક્લાસને લીધે વિદ્યાર્થીની શારીરિક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. હવે તેઓ ભણવાની સાથે રમતગમત પણ કરી શકશે.'