Site icon

લો બોલો!! પ્રતિબંધો હટતા જ લોકલ ટ્રેનમાં ઊભરાયું કિડયારું, પ્રવાસીઓની સંખ્યા પહોંચી ગઈ આટલા લાખને પાર.. જાણો વિગતે

local will run smoothly in between borivali to dahisar

મોટા સમાચાર! બોરીવલી અને વિરાર વચ્ચે હવે મુસાફરી થશે ઝડપી, ટ્રેનોની સ્પીડ વધશે, કારણ કે…

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાંથી કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. જનજીવન ફરી એક વખત પૂર્વવત થવા માંડ્યું છે, તેથી લોકલ ટ્રેનમાં ફરીથી એકદમ પેક થવા માંડી છે. લોકલ પ્રવાસ કરનારાઓની સંખ્યા 60 લાખને પાર કરી ગઈ છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધી રેલવેમાં ફક્ત વૅક્સિનના બંને ડોઝ લેનારાને જ પ્રવાસની છૂટ હતી. જોકે કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર પણ નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનમાં પ્રવાસને લઈને રહેલા નિયંત્રણો પણ હટાવી દીધા છે અને તમામ લોકોને રેલવેમાં પ્રવાસની છૂટ આપી દેવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દુકાનોનાં પાટિયાંના નામ લખવાને લઈને BMCએ આપ્યો આ મહત્વનો આદેશ.. જાણો વિગતે

કોરોના પહેલા સેન્ટ્રલ રેલવેમાં રોજના સરેરાશ 40થી 50 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. તો વેસ્ટર્ન રેલવેમાં  રોજના 30થી 35 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. લોકલમાં પ્રવાસની છૂટ મળવાની સાથે જ ફરી એક વખત લોકલમાં કોરોનાના આગમન પહેલા જેવી ભીડ રહેતી હતી, તેવી ભીડ ઉમટી રહી છે. લોકલ ટ્રેનો ખીચોખીચ ભરેલી હોય છે. હાલ રોજના સરેરાશ સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્નમાં 60 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે.
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version