News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન (BMC) આખરે નમતું ઝૂક્યું છે. દુકાનો અને એસ્ટિબ્લશમેન્ટના નામના પાટિયા( Name boards of shops and Establishment) મરાઠીમાં(Marathi) કરવા માટે એક મહિનાની મુદત વધારી આપવાની પાલિકાએ જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે(State Government) બહાર પાડેલા સર્ક્યુલર મુજબ દુકાનોના અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠીમાં દેવનાગરી લિપીમાં(Devanagari script) મોટા અક્ષરે લખવાનું ફરજીયાત છે. તે માટે અગાઉ પાલિકાએ 31મેની મુદત આપી હતી. જોકે વેપારીઓ(Traders), હોટલ માલિકો(Hotel owners) તેમ જ અન્ય એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સતત કરવામાં આવેલી વિનંતીને પગલે પાલિકાએ હવે આ મુદત 30 જૂન સુધી લંબાવી આપી છે.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર મુંબઈગરાને 3 કલાક પહેલા મળશે અતિવૃષ્ટિ અને મોટી ભરતીની માહિતી જાણો વિગતે
પાલિકા પ્રશાસનના કહેવા મુજબ વિવિધ વેપારી સંગઠનો દ્વારા પાલિકાને કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને એક્સટેન્શન(Extension) આપવામાં આવ્યું હતું. અગાઉ પાલિકાએ જેના નામના બોર્ડ મરાઠીમાં નહીં હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી અને મુંબઈમાં મરાઠી નેમપ્લેટ(Marathi nameplate) માટે દારૂનો સપ્લાય(Alcohol supply) કરતી દારૂની દુકાનો(Liquor stores) અને સંસ્થાઓ ઉપરાંત, અન્ય દુકાનો અને સંસ્થાઓને મરાઠી નેમપ્લેટ એક્ટની(Act) જોગવાઈઓનું પાલન કરવા માટે 31મી મે 2022ની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયગાળો હવે 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) (સુધારો) અધિનિયમ, 2022 મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'મહારાષ્ટ્ર અધિનિયમ નંબર 24, તારીખ 17મી માર્ચ, 2022' હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. આ અધિનિયમની કલમ 36C (1) ની કલમ 6 હેઠળ નોંધાયેલ દરેક સ્થાપનાની નેમપ્લેટ અથવા કોઈપણ સંસ્થા કે જેને કલમ 7 લાગુ પડતી હોય તે દેવનાગરી લિપિમાં મરાઠી ભાષામાં હોવી જોઈએ. એપ્રિલમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી. તેથી, પ્રથમ દોઢ મહિનામાં, અલબત્ત, આપેલા સમયગાળામાં, મહાનગર પાલિકાના દુકાનો અને સ્થાપના વિભાગને મરાઠીમાં દુકાનના નામના બોર્ડ કરાવી લેવામાં સફળતા મળી નથી.