ન્યુઝ કંટીન્યૂઝ નું ફેક્ટ ચેક : વેપારીઓએ બંધની ‘ઐસી કી તૈસી કરી’ ; ઘણી ખરી દુકાનો ચાલુ જ છે.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં વધતા કોરોના કેસને પગલે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં જીવન જરૂરિયાતનો સમાન વેચતી દુકાનો સિવાય બાકીની દુકાનો માટે બંધનું એલાન કર્યું છે. એ સિવાય રાજ્યમાં વિકેન્ડ પર સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.

પરંતુ લાગે છે નાના વેપારીઓને આ લોકડાઉન મંજુર નથી. ઉત્તર મુંબઈના સબબની આ તસ્વીરો જુઓ તો અંદાજો આવી જશે કે, રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા આ લોકડાઉનની દુકાનદારોએ હાંસી ઉડાવી છે.

બોરીવલી પૂર્વ માં વેપારીઓનું આંદોલન. રસ્તા પર બનાવી ચેન, બેનર પોસ્ટર સાથે ઉમટી પડ્યા વેપારીઓ. જુઓ વિડિયો..


 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *