ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ગોરેગાંવમાં મોતીલાલ નગરનો મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)એ પુનઃવિકાસ કરવાનો નિર્ણય લીધો છે. આ વિકાસ તે ખાનગી બિલ્ડરોના માધ્યમથી કરવામાં માગે છે. તે માટે તેમણે ટેન્ડર બહાર પાડયા છે. અનેક ખાનગી બિલ્ડરોએ તેમાં રસ દાખવ્યો છે.
કન્સ્ટ્રકશન કમ ડેવલપમેન્ટ હેઠળ મોતીલાલ નગરનું રીડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે, તે માટે ડેવલપમેન્ટ પ્લાન (DP) 2034 હેઠળ તેમને ચારનો પરમીસીબલ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ ઓફર કરવામાં આવ્યો છે.
નવેમ્બર મહિનામાં આ અંગે પ્રી-બિડ મીટિંગ પણ યોજાઈ હતી. "કલ્પતરુ, શિર્કે ગ્રૂપ, L&T અને અદાણી જેવા પ્રખ્યાત રિયલ એસ્ટેટ માતંધાઓએ તેમાં રસ દાખવ્યો છે. બિડ ખોલવાની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર, 2021 છે.
ગોરેગાંવમાં મોતીલાલ નગર એ 1960ના સૌથી જૂના હાઉસિંગ ક્લસ્ટરમાંનું એક છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળાનો અને ઝૂંપડપટ્ટીનો સમાવેશ થાય છે. મ્હાડાના ટેન્ડર મુજબ આ જમીન પર પુનર્વસન માટે પાત્રતા ધરાવતા કુલ 3,717 ભાડૂત છે અને 1600 ઝૂંપડપટ્ટી છે. રિડેવલપ મટે પંસદ પામનારા બિલ્ડરે આ ભાડૂતોને નવા ઘર આપવાના રહેશે. મોતીલાલ નગરમાં મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના લોકો રહે છે.
મુંબઈ નજીક આવેલી એલિફન્ટાની ગુફાઓ ફરી ખુલ્લી મુકાતા પર્યટકોનો ધસારો. જાણો વિગતે….
રહેવાસીઓ જોકે રિડેવલપમેન્ટના વિરોધમાં છે. ખાનગી બિલ્ડરો તેમને ઘર આપશે નહીં એવો ભય તેમને સતાવી રહ્યો છે. મ્હાડા અને રહેવાસી વચ્ચે વિશ્વાસનો અભાવ છે. મૂળ ભાડૂતોને કેટલો એરિયા આપવો તે બાબતે હજુ પણ વિવાદ છે. આ ઉપરાંત, મ્હાડા મુંબઈ બોર્ડે અગાઉ જાહેર કર્યું હતું કે રીડવલપમેન્ટમાં 40,000 મકાનો બાંધવામાં આવશે. આ લોટરી સ્કીમ દ્વારા વેચવામાં આવશે. જો કે, હવે ખાનગી ડેવલપર્સને સામેલ કરીને
મ્હાડાને આટલા બધા મકાનો નહીં મળે કારણ કે તેમાં ડેવલપરનો પણ તેનો હિસ્સો હશે.
મ્હાડાના અધ્યક્ષ વિનોદ ઘોસાલકરે એક મિડિયા હાઉસને જણાવ્યુ હતું કે જો મ્હાડાએ આ પ્રોજેક્ટને પોતાની રીતે ડેવલપ કરવા લીધો હોત તો 25% વધુ મકાનો મેળવી શક્યા હોત. જો કે, ભંડોળના અભાવને કારણે પ્રોજેક્ટ ખાનગી મારફતે હાથ ધરવામાં આવશે. મોતીલાલ નગરને પુનઃવિકાસની સખત જરૂર છે અને આ પ્રોજેક્ટ કોઈના માધ્યમથી હાથ ધરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે મોતીલાલ નગર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેના પગલે મ્હાડાના મુંબઈ બોર્ડે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.