ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,
મુંબઈ, 8 જાન્યુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્ર સહિત મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. મુંબઇમાં કોરોના પોઝીટીવનો દર લગભગ 29.90 ટકા નોંધાયો છે. મુંબઇની ગીચ વસ્તી ધરાવતી અને એશિયાની મોટી ઝૂંપડપટ્ટી ધરાવતી ધારાવી કોરોના 'હોટસ્પોટ' બની રહી છે. અહીં ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે.
ત્રીજી લહેરમાં કોરોના વાયરસનાં કારણે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પણ પ્રભાવિત થઈ છે. ધારાવીમાં શુક્રવારનાં રોજ કોરોનાનાં નવા 150 કેસ નોંધાયા છે. ત્યારે આ અત્યાર સુધીનો સૌથી વધુ સિંગલ ડે સ્પાઇક છે. આ સાથે ધારાવીમાં એક્ટિવ કેસની સંખ્યા 558 એ પહોંચી ગઈ છે. એવામાં ધારાવી હવે કોરોનાનું હોટસ્પોટ બની શકે છે. આથી મુંબઇ મહાનગર પાલિકાએ ત્યાં કોરોનાનો ફેલાવો રોકવા કમરકસી છે.
સાવચેત રહેજો! મુંબઈમાં બેકાબુ થઇ રહ્યો છે કોરોના, શહેરમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળ્યા; જાણો આજના તાજા આંકડા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારનાં રોજ ધારાવીમાં એક જ દિવસમાં 107 નવા કેસ સામે આવ્યાં હતાં. મુંબઇમાં ધારાવીમાં ગયા મહિને કોરોનાના નવા પ્રકારના વાઇરસ ઓમિક્રોને પગપેસારો કર્યો હતો. ત્યારબાદ હવે ત્યાં ચિંતા વધી ગઇ છે.