Site icon

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

થોડાક દિવસ પહેલાં ગણપતિ ઉત્સવ દરમિયાન સાકીનાકામાં થયેલા બળાત્કારના બનાવ બાદ, ડોમ્બિવલીમાં એક સગીર છોકરી પર સમૂહમાં બળાત્કારનું કૃત્ય આચરવામાં આવ્યું.

મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલી શહેરમાં ભોપર વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. 15 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો છે. 29 આરોપીઓમાંથી 23ની માનપાડા પોલીસે ધરપકડ કરી છે, જેમાં વિવિધ પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરોનો પણ સમાવેશ થાય છે, જે શરમજનક વાત છે.

Join Our WhatsApp Community

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત

વાત જાણે એમ છે કે જાન્યુઆરીમાં સગીર છોકરીનો અશ્લીલ વીડિયો  છોકરીના બૉયફ્રેન્ડે ત્રાસ ગુજાર્યા બાદ બનાવ્યો હતો. આ વીડિયોના આધારે આરોપી તેને બ્લૅકમેલ કરી રહ્યો હતો અને ત્રાસ આપી રહ્યો હતો.

ડોમ્બિવલી, બદલાપુર, રબાલે અને મુરબાડના રહેવાસી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ જઈને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. યુવતીએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દત્તા કરાલેની આગેવાની હેઠળ પોલીસ ટીમે 23 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કલ્યાણના નાયબ પોલીસ કમિશનરે અખબારી યાદીમાં જણાવ્યું છે કે બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે.

Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.
Mumbai: હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત? મુંબઈમાં સ્મોગને કારણે સૂર્યપ્રકાશ પણ ગાયબ, હેલ્થ એક્સપર્ટ્સે આપી આ ચેતવણી.
Exit mobile version