મહારાષ્ટ્રમાં અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(Amravati MP)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હનુમાન ચાલીસા(Hanuman chalisa) વિવાદ કેસમાં જેલમાંથી મુક્ત થયા બાદ નવનીત રાણા(Navneet Rana)ને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ(Mumbai Lilavati hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમને એમઆરઆઈ (MRI scan)રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ તેમનો ફોટો પાડી ટ્વિટર પર વાઇરલ કર્યો હતો. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેમના ફોટોને કારણે નવનીત રાણા ફરી વિવાદમાં સપડાયા છે. જો કે નવનીત રાણા સીધા આ કેસમાં સામેલ નથી, પરંતુ તેમની આ તસવીરના કારણે હવે લીલાવતી હોસ્પિટલ(Lilavati hospital)ની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શિવસેનાનાં વિધાનસભ્ય ડૉક્ટર મનીષા કાયંડે(shiv sena) અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે(Mumbai Mayor Kishori Pednekar) શિવસૈનિકો સાથે હોસ્પિટલમાં પહોંચીને ફોટો વાયરલ થવા સંબંધે પ્રશ્ન કરતાં હૉસ્પિટલના અધિકારીઓને પત્ર લખી મશીન રૂમમાં કેમેરામેન કે ફોટોગ્રાફર કઈ રીતે પહોંચ્યો અને જો આ પ્રકરણે સંસદસભ્ય નવનીત રાણાના જીવનું જોખમ ઊભું થયું હોત તો તેના માટે કોણ જવાબદાર હોત એવો પ્રશ્ન કર્યો હતો. ડૉક્ટર મનીષા કાયંડેએ કહ્યું હતું કે જો નવનીત રાણા તેમના એમઆરઆઇના ફોટો શૅર કરી શકતાં હોય તો તેમણે પોતાનો એમઆરઆઇ(MRI report) રિપોર્ટ પણ શૅર કરવો જોઈએ. દરમિયાન ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર(Kishori Pednekar) કહ્યું હતું કે સ્પોન્ડિલિટિસના દર્દીને 3 મહિના સુધી બેડ રેસ્ટ લેવો પડે છે. આવી સ્થિતિમાં લીલાવતી હોસ્પિટલે એવો કયો ચમત્કાર કર્યો કે દર્દી રાણા 3 દિવસમાં જ ચાલવા લાગ્યા.
શિવસેના(Shiv Sena)નું કડક વલણ જોઈને લીલાવતી હોસ્પિટલના સીઈઓ(Lilavati hospital CEO) ડૉક્ટર એસ. રવિશંકરે કહ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થતાં અન્ય પ્રધાનોની જેમ સંસદસભ્ય નવનીત રાણા પણ તેમની સિક્યોરિટી સાથે આવ્યાં હતાં. તેમના એમઆરઆઇ (MRI) વખતે તેમના સેક્રેટરી કે કોઈ એક કાર્યકર્તાએ એમઆરઆઇ રૂમમાં પ્રવેશીને હોસ્પિટલનો સ્ટાફ તેમને એમઆરઆઇ કરાવવા લઈ જવાની તૈયારીમાં વ્યસ્ત હશે એ સમયે ફોટો પાડ્યો હોવો જોઈએ. આ બાબતે અમને એચ વેસ્ટ વૉર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરફથી કારણદર્શક નોટિસ મળી છે, અમે આ બાબતની તપાસ કરીને સુરક્ષામાં ક્યાં ચૂક થઈ છે તેનો રિપોર્ટ સબમિટ કરશું તથા દોષિત સામે સખત પગલાં લેવામાં આવશે.