ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
દારૂ પીને વારકરીની મૂર્તિની તોડફોડ કરનારા અસામાજિક તત્વોને બોરીવલીની એમ.એચ.બી. પોલીસે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 25થી 30 વર્ષના ત્રણે આરોપીઓ પેઈન્ટિંગ અને ડિલીવરીનું કામ કરતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ દહિસર(વેસ્ટ)માં વિઠ્લ મંદિર પાસેના ચોકમાં સ્થાનિક નગરસેવિકાએ વારકરી પરંપરાંનો દેખાવ કરતી મૂર્તિઓ ઊભી કરી છે. ગયા અઠવાડિયામાં 8 ઓક્ટોબરના ગુરુવારના મધરાતે આરોપીઓએ દારૂ પાર્ટી કરી હતી. ત્યારબાદ દારૂના નશામાં ત્રણે જણે ત્યાં રહેલી મૂર્તિઓની તોડફોડ કરીને ભાગી છૂટયા હતા. પૂરો બનાવ ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. તેની મદદથી પોલીસની ટીમ કામે લાગી હતી. ભારે જહેમત બાદ સોમવારે ત્રણે આરોપી પોલીસને હાથે લાગ્યા હતા. ત્રણેય દારૂ પીને આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને કહ્યું હતું.