ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ કરવામાં આવવાનું છે. તેને કારણે પશ્ચિમ રેલવેની ગુજરાત તથા ઉત્તર ભારત જતી અમુક ટ્રેનો સંપૂર્ણપણે તો અમુક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તો અમુક ટ્રેનના શેડ્યૂલ ફરી જાહેર કરવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે..
આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
1. ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી 7 થી 10 માર્ચ, 2022 સુધી.
2. ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી 8 થી 11 માર્ચ, 2022 સુધી.
આ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.
1. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ અમદાવાદ-જામનગર વચ્ચે 7મી માર્ચ, 2022ના આંશિક રીતે રદ થશે.
2. 8મી માર્ચ, 2022ની ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ – ઓખા એક્સપ્રેસ સુરેન્દ્રનગર – ઓખા વચ્ચે 9મી માર્ચ, 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે.
4. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે 7મીથી 10મી માર્ચ, 2022 દરમિયાન આંશિક રીતે રદ કરવામાં આવશે.
5. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 7મીથી 10મી માર્ચ, 2022 સુધી સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
6. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે 7મીથી 10મી માર્ચ, 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે.
ટ્રેનોનું રી-શેડ્યુલિંગ:
1. ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10મી માર્ચ, 2022ના 14.05 કલાકને બદલે 16.05 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.
મીરા-ભાયંદરમાં ભાજપને હેલ્ધી ડોઝ મળ્યો. 50 ડોક્ટરો પાર્ટીમાં જોડાયા. જાણો વિગત…