ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
પર્યાવરણનું સંવર્ધન કરવા મહારાષ્ટ્ર સરકાર ઈ-વેહીકલને પ્રોત્સાહન આપી રહી છે. જે હેઠળ બહુ જલદી મુંબઈના રસ્તા પર ઇલેક્ટ્રિક ઓટોરિક્ષા દોડતી જોવા મળશે. તાજેતરમાં રાજયના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે ઈ-ઓટોરિક્ષાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકાર વધુને વધુ ઈલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડે તેવા પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈના હસ્તે ઈ-ઓટોરિક્ષા “ટ્રેઓ “ મુંબઈમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઓટોરિક્ષા આઠ કિલોવોટ હાઈ વોલ્ટની ક્ષમતાવાળી છે. તેને ચલાવા માટે 50 પૈસા પ્રતિ કિલોમીટરે ખર્ચ થશે. આ ઓટોરિક્ષાને કારણે પ્રદૂષણ તો ઓછું થશે પણ સાથે જ તેને ચલાવવાનો ખર્ચ પણ ઓછો થશે.

અહીં ઉલ્લેખનીય છે કે સરકાર ઈ-વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. તે માટે તેની ખરીદી કરનારાને કરવેરામાં અમુક છૂટ પણ આપવામાં આવી છે. એ સાથે જ સરકાર પોતાના કાફલામાં રહેલા વાહનોને પણ ધીમે ધીમે ઈ-વેહીકલમાં રૂપાંતર કરવાની છે. 2024 સુધી મુંબઈના 50 ટકા સાર્વજનિક વાહનો ઈ-વાહનો એવો નિર્ધાર કર્યો છે.