News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી એન્ડ કમિશને વધારાને લઈને નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ મંજૂર થાય છે, તો બહુ જલદી મુંબઈમાં વીજ દરમાં વધારો થશે અને ગ્રાહકોને વીજળી મોંઘી થવાની શક્યતા છે.
મળેલ માહિતી મુજબ બેસ્ટ, ટાટા પાવર, અદાણી અને એમઈડીસીએલ જેવી વીજ કંપનીઓનો દૈનિક ખર્ચ વધી ગયો છે. તેથી દૈનિક ખર્ચ વધવાને કારણે ખર્ચાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી એન્ડ કમિશને દર વધારાને લઈને ડ્રાફ્ટ તૈયાર કર્યો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : આખરે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક કામે લાગ્યા, વિકાસને લગતા આટલા પ્રસ્તાવ કર્યા મંજૂર; જાણો વિગતે
હાલ અનેક જગ્યાએ અંડરગ્રાઉન્ડ વીજળીના કેબલ નાખવામાં આવી રહ્યા છે. તો નવા જોડાણ માટે પણ કેબલ નાખવામાં મોટો ખર્ચ થાય છે. તેમાનો 50 ટકા ખર્ચ ગ્રાહકના ખિસ્સામાંથી વસૂલવા માટે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો આ દર વધારનો ડ્રાફ્ટ મંજૂર થઈ જાય છે તો મુંબઈગરાના વીજળીના બિલ ઊંચા આવવાની શક્યતા છે. ખાસ કરીને બેસ્ટ અને ટાટાના લગભગ 18 લાખ ગ્રાહકોને તેનો મોટો ફટકો પડી શકે છે.