ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
રેલવેના મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે વેસ્ટર્ન રેલવેએ મુંબઈ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ચાર નવા એસ્કેલેટર અને પાંચ નવી લિફ્ટ બેસાડી છે. આ નવા એસ્કેલેટર અને લિફ્ટ્સ તાજેતરમાં જાહેર સેવામાં મૂકવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ચાર નવા એસ્કેલેટર માંથી બે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પૂર્વ સર્ક્યુલેટિંગ એરિયા (ઉત્તર અને દક્ષિણ લેન્ડિંગ) માં બેસાડવામાં આવ્યો છે. બીજું એસ્કેલેટર મરીન લાઈન્સ સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર મિડલ ફૂટ ઓવર બ્રીજ બ્રિજ થી મધ્ય એફઓબી સાથે જોડાય છે. વધુ એક એસ્કેલેટર સુરત પાસેના ઉધના સ્ટેશન પર દક્ષિણ એફઓબી સાથે જોડાયેલા પ્લેટફોર્મ નંબર 1 પર બેસાડવામાં આવ્યું છે. દરેક એસ્કેલેટરની કિંમત એક કરોડ રૂપિયા છે.
આ પાડોશી દેશના કારણે મુંબઈની હવા બની ઝેરી, હવાની ગુણવત્તાનું સ્તર સતત બીજા દિવસે ઘસરયુ; જાણો વિગત
ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના 14 વધુ એસ્કેલેટર બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ઉપનગરીય વિભાગના બોરીવલી અને જોગેશ્વરી સ્ટેશનો પર વધુ બે એસ્કેલેટર જાન્યુઆરી 2022 ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.