ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
દિવસે દિવસે રેલવેના નિયમો અને કાયદાઓ કડક થઇ રહયાં છે. એનો સાફ મતલબ છે કે નિયમો તોડવા પર દંડ ભરીને નહીં છૂટી શકાય, પરંતુ જે તે કલમ હેઠળ ગુનો નોંધાતાં જેલની સજા પણ કાપવી પડશે. કોરોનાની સારવાર પછી રેલવેમાં મુસાફરી કરનારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગ સહિતના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવું પડશે, એમ રેલવે પોલીસ ફોર્સે જણાવ્યું હતું. આગામી તહેવારોની સીઝનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે પોલીસ ફોર્સે વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવ્યાં મુજબ મુસાફરી કરતી વખતે મુસાફરે શું કરવું અને શું ના કરવું એની સમજણ આપવામાં આવી છે.
કોરોનાની સારવાર પછી સાજા થયાની જાહેરાત અથવા તો રિપોર્ટની રાહ જોતા હોવ ત્યારે મુસાફરીમાં માસ્ક ફરજીયાત અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેરમાં ઇરાદાપૂર્વક થુંકવું અથવા તો શૌચ ક્રિયા કે પેશાબ કરવા પર પણ પ્રતિબંધ રહેશે, એમ આરપીએફએ કહ્યું હતું. રેલવે સ્ટેશને અને ટ્રેનમાં ગંદકી કરવી અથવા તો જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરવી કે બિન આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવું પણ ગુનો ગણાશે. કોરોનાના વાઇરસ ફેલાતા અટકાવાવ માટે રેલવે દ્વારા જાહેર કરાયેલી માર્ગરેખા પર અમલ નહીં કરવું એ ગુનો બનશે, એમ પણ કહેવામાં આવ્યું હતું.. આમ હવે એક વાત સમજી લેવી પડશે કે પહેલાની જેમ રેલવેમાં કે જાહેર જીવનમાં તમારે નિયમાનુસાર જ ચાલવું પડશે. તો જ કોરોનાથી બચી સકશું..