ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
કાંદિવલીના ચારકોપ વિસ્તારમાંથી બીએમસીના ક્લીનઅપ માર્શલના ખોટા આઈડી બનાવી અને લોકડાઉનના નિયમોનું પાલન ન કરનાર પાસેથી પૈસા વસૂલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
રોહિત યાદવ નામક વ્યક્તિની ફરિયાદ પર પોલીસે તપાસ હાથ ધરી હતી અને બીજા ૪-૫ ફેક આઈડી પકડ્યા હતા. યાદવે તેની લેખિત ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે મારા મિત્ર તરફથી મને આ કામની ઓફર મળી હતી. મેં પાર્ટ ટાઇમ કામ કરવાની હા પાડી ત્યાર બાદ મારું પણ આઈડી બનાવવામાં આવ્યું હતું જેના પર બીએમસી અને સૈનિક ઈન્ટેલીજન્સ એન્ડ સિક્યોરીટી પ્રા. લી.નું નામ હતું.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે આ ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે કંપનીની ઓફિસ ભાઈંદરમાં છે અને તે છેલ્લાં દોઢ વર્ષથી લોકો પાસેથી ફાઈન વસુલે છે. કંપનીના માલિકે પોતાની પાસે બીએમસીનો કોઈ જ ટેન્ડર ન હોવાનું જણાવ્યું હતું. તેમના નામે કોઈ ફાઈન વસુલે છે તેણી પણ જાણ કંપનીના માલિક સુનીલ ગુપ્તાને ન હતી.
કંપનીને નામે કોણ ટેન્ડર લઈને આ કામ કરી રહ્યું છે તે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.