Fake Police Robbery Mumbai:એરપોર્ટથી ઘરે જઈ રહેલા યુવાન સાથે ‘નકલી પોલીસ’ની ઠગાઈ; તપાસના બહાને ₹53,000ની લૂંટ.

Fake Police Robbery Mumbai: સાકીનાકામાં જે.ડબલ્યુ. મેરિયટ હોટલ પાસે બની ઘટના; દુબઈથી પરત ફરેલા યુવાનને રિક્ષામાં આંતર્યો, વિદેશી કરન્સી અને રોકડ પડાવી ઠગો ફરાર.

by Janvi Soni
‘Fake Police’ Duo Robs Dubai Returnee of Rupees 53,000 Near Mumbai Airport; Saki Naka Police Launch Probe into the Scam.

News Continuous Bureau | Mumbai
Fake Police Robbery Mumbai: મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉતરીને પોતાના ઘરે જઈ રહેલા એક યુવાન સાથે સાકીનાકા પોલીસ સ્ટેશનની હદમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ અધિકારી’ તરીકે આપીને યુવાનને તપાસના બહાને ડરાવ્યો અને તેની પાસેથી કુલ ₹53,000ની મત્તા લૂંટીને નાસી છૂટ્યા છે.

 રિક્ષા રોકાવી નકલી પોલીસ અંદર બેસી ગયો

ભોગ બનનાર યુવાન જાન્યુઆરીમાં કામ અર્થે દુબઈ ગયો હતો અને તાજેતરમાં જ મુંબઈ પરત ફર્યો હતો. તે એરપોર્ટથી રિક્ષા પકડીને કુર્લા સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે સાહાર રોડ પર જે.ડબલ્યુ. મેરિયટ હોટલ પાસે બાઈક પર આવેલા બે ઠગોએ તેની રિક્ષા રોકાવી હતી. તેમાંથી એક શખ્સ પોલીસ હોવાનો ડોળ કરીને રિક્ષામાં બેસી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Goregaon Hit-and-Run:ગોરેગાંવમાં હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતી મોટરસાઈકલે બાઈક સવારને કચડ્યો; અકસ્માત સર્જી ચાલક ફરાર.

તપાસના નામે વિદેશી કરન્સી પડાવી

ઠગોએ યુવાનને ડરાવ્યો હતો કે તેના સામાન અને રોકડની તપાસ કરવી પડશે. યુવાને જ્યારે ઓળખપત્ર માંગ્યું ત્યારે ઠગોએ તેને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધો હતો. ધરપકડ કે પોલીસ સ્ટેશનના ડરના માર્યા યુવાને પોતાની પાસે રહેલા ₹1,500 અને 2,000 દિરહામ (કુલ અંદાજે ₹53,000) ઠગોને આપ્યા હતા. ઠગોએ “આ પૈસા પોલીસ સ્ટેશનથી લઈ લેજો” તેમ કહી બાઈક પર નાસી છૂટ્યા હતા.યુવાને છેતરપિંડીનો અહેસાસ થતા તુરંત સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે છેતરપિંડી અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે હોટલ અને સાહાર રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે જેથી બાઈકનો નંબર અને આરોપીઓના ચહેરા ઓળખી શકાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More