Site icon

અરે વાહ, હવે મુંબઈ-નવી મુંબઈ વચ્ચે 45 મિનિટમાં પૂરી થશે મુસાફરી, મુંબઈમાં આ તારીખથી શરૂ થશે વોટર ટેક્સી; જાણો કેટલું હશે ભાડું  

Tragedy Strikes Mumbai Sea: Boat Capsizes, One Survivor Swims 3 Km Ashore, Another Mourned Dead

Tragedy Strikes Mumbai Sea: Boat Capsizes, One Survivor Swims 3 Km Ashore, Another Mourned Dead

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

માયાનગરી મુંબઈમાં ટૂંક સમયમાં જ વોટર ટેક્સી સેવા શરૂ થવા જઈ રહી છે. વોટર ટેક્સી સેવા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે. તે મુંબઈ અને નવી મુંબઈને જોડશે. આ સેવા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં શરૂ કરવામાં આવશે. આ પરિવહન માધ્યમને કારણે બંને શહેર વચ્ચેનો પ્રવાસ ઘણો આસાન બની જશે. વોટર ટેક્સી સેવા શરૂ થયા બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. 

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના એક અધિકારીના જણાવ્યાનુસાર, શરૂઆતમાં ચાર ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે. એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન માટે રૂ. 290 ચાર્જ કરી રહ્યા છે. આ રૂટ ઉપરનો માસિક પાસ માટેનો દર 12 હજાર રૂપિયા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40થી 50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800થી 1200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25થી 30 મિનિટમાં કાપી શકાશે. એકવારવોટર ટેક્સી સેવા શરૂ થતાં 1.5 કલાકની મુસાફરીનો સમય ઘટીને 45 મિનિટમાં પૂર્ણ થશે.

મુંબઈગરા માટે ખુશખબર, હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી; જાણો કેવી રીતે 

ઉલ્લેખનીય છે કે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી શરૂ કરવાની યોજના ત્રણ દાયકા જૂની હતી પરંતુ હવે તે ફળીભૂત થઈ છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને સિડકોએ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને જેએનપીટી વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version