News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલવે(Western Railway)માં આજથી ફરી 11 દિવસ માટે મેજર ઈન્ટરલોકિંગ(Major Interlocking)નું કામ હાથ ધરવામાં આવવાનું છે, તેને કારણે મુંબઈ-ગુજરાત(Mumbai-Gujarat) વચ્ચેની અનેક ટ્રેનોને અસર થશે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગના વાંકાનેર-અમરસર-સિંધાવદર વચ્ચે ડબલ લાઇનના કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ કરવામાં આવવાનું છે, તેને કારણે અમુક થોડી ટ્રેનો રદ થશે. અમુક ટ્રેનો ડાયવર્ટ તો અમુકને રેગ્યુલેટેડ કરવામાં આવશે. અમુક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ તો આંશિક રીતે રદ પણ કરવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31મી મે 2022 થી 10મી જૂન 2022 વચ્ચે રદ કરવામાં આવી છે. તો ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 1લી જૂન 2022 થી 11મી જૂન 2022 પણ રદ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમા EDની મોટી કાર્યવાહી- દિલ્હીના આપ સરકારના આ મંત્રીની કરી ધરપકડ- જાણો વિગતે
ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ અમદાવાદ ખાતે ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી અમદાવાદ અને હાપા વચ્ચે 9મી જૂન 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ હાપા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 31મી મે 2022 થી 10મી જૂન 2022 સુધી ચાલશે. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી 2, 4, 6 અને 9 જૂન 2022 ના રોજ સુરેન્દ્રનગર અને જામનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને 31મી મે, 3જી, 5મી, 7મી અને 10મી જૂન 2022ના રોજ સુરેન્દ્રનગર અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે.
ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટર્મિનેટ થશે અને તેથી સુરેન્દ્રનગર અને ઓખા વચ્ચે 9મી જૂન 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ ઓખા અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને 31મી મે 2022થી 10મી જૂન 2022 સુધી સુરેન્દ્રનગર અને ભાવનગર વચ્ચે દોડશે. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી સુરેન્દ્રનગર અને સોમનાથ વચ્ચે 31મી મે 2022 થી 10મી જૂન 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમનાથ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને 31મી મે 2022 થી 10મી જૂન 2022 સુધી સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચે દોડશે.