Site icon

સારા સમાચારઃ જમીન સંપાદનને લઈને  મુંબઈ મેટ્રો-2નું અટકી પડેલું કામ ફરી ચઢયું પાટે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

દહિસરથી ડી.એન.નગર વચ્ચે મેટ્રો-2નું કામ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી કરી રહી છે. આ લાઈનનું કામ જોકે જમીન સંપાદન સહિત અનેક કારણોથી અટવાઈ પડ્યું હતું. આદર્શ નગરમાં જમીન સંપાદનનું કામ અટવાઈ પડવાથી અહીં ગર્ડર નાખવાનું કામ લાંબા સમયથી બંધ હતું. છેવટે 40 જેટલા રહેવાસીઓને પર્યાયી જગ્યા આપ્યા બાદ આદર્શ નગરમાં  ફરી કામ ચાલુ થયું હતું. ગર્ડર બેસાડવામાં થઈ રહેલા વિલંબને કારણે એટલા વિસ્તારમાં પાટા બેસાડવાનું કામ પણ રખડી પડયું હતું. જોકે હવે અહીં છેલ્લો ગર્ડર બેસાડી દેવામાં આવ્યો છે. તેથી બહુ જલદી અહીં પાટા નખાઈ જશે અને બાકીના કામ પૂરા થઈને અહીં મેટ્રોની ટ્રાયલ ચાલુ થઈ જશે.

તહેવારો દરમિયાન મુંબઈમાં કોરોનાનું જોખમ વધ્યું: 90 દિવસ બાદ કેસમાં આટલો મોટો વધારોઃમુંબઈ મનપા થઈ એલર્ટ; જાણો વિગત.

આ રૂટ પર પહેલા તબક્કામાં  મે મહિનાથી મેટ્રોની ટ્રાયલ ચાલી રહી છે. જોકે આદર્શ નગરના ગર્ડરને કારણે મેટ્રોનું કામ અટવાઈ જતા પૂરા રૂટને ચાલુ કરવામાં વિલંબ થવાનો છે. 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version