News Continuous Bureau | Mumbai
સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈના ખાડિલકર રોડ પર આ દુર્ઘટના બની હતી. ફૂડ સ્ટૉલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સ્ટૉલને ભારે નુકસાન થયું હતું.
જોકે, ઘટના સમયે હાજર સ્થાનિક પોલીસ પ્રશાસન અને સ્થાનિક નાગરિકોએ ત્વરિત કાર્યવાહી કરી અને સમયસૂચકતા વાપરી. જેના કારણે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી અને સિલિન્ડર બ્લાસ્ટ થતા અટકી ગયો, જેનાથી મોટો જાનહાનિનો ખતરો ટળ્યો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra FDA: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા રાજ્યભરમાં તહેવારોમાં ફૂડ સેફ્ટી ઝુંબેશ: ૧,૫૯૪ મીઠાઈની દુકાનોથી નમૂના લીધાં.
આ ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સ્ટૉલને લાગેલી આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી અને ઘટનાસ્થળની તપાસ પણ કરી હતી. જો કે, આ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.