News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai)માં જેવા મેગા સીટીમાં અવાર-નવાર આગની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે કુર્લા(kurla)માં ફરી એક ભીષણ આગ(Fire)ની ઘટના સામે આવી છે.
#મુંબઈ શહેરના કુર્લામાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ #આગ, #ફાયરબ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે.. જુઓ વિડીયો #kurla #kurlafire #firebreaksout #fire #newscontinuous pic.twitter.com/lcQEo3JDgs
— news continuous (@NewsContinuous) October 28, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ કુર્લા વિસ્તારમાં એક ગોડાઉન(Godown)માં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ લેવલ-2ની કહેવામાં આવી રહી છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ(Fire brigade)ની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો
નોંધનીય છે કે બે દિવસ અગાઉ કુર્લા પશ્ચિમના સાકીનાકા(Sakinaka)માં ખૈરાની રોડ પર સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગની લપેટમાં 20-25 ટીન શેડ ખાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.