439
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે, મીડીયામાં આવેલા અહેવાલો મુજબ આ આગ ઘાટકોપરની વિશ્વાસ બિલ્ડીંગની જુનો પિઝા હોટલના મીટર રૂમમાંથી ફેલાઈ છે, આ ઘટના બાદ 22 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી છે
ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે મુંબઈના ઘાટકોપરમાં પારેખ હોસ્પિટલ પાસે આગ લાગી છે, આગ ઝડપથી ફેલાઈ ગઈ, આ ઘટનામાં ઘણું નુકસાન થવાની આશંકા છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ સમાચાર પણ વાંચો: પ્રવીણ દરેકર અને કિરીટ સોમૈયા બાદ હવે આ ભાજપ નેતાને મળી ક્લીનચીટ, મુંબઈ પોલીસે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરી કેસ કર્યો બંધ..
You Might Be Interested In