Site icon

હવે મુંબઈગરાને આગની સ્વબચાવ કરવાનો પાઠ ભણાવશે ફાયરબ્રિગેડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.         

દક્ષિણ મુંબઈમા તાડદેવમાં ૨૦ માળની સચીનમ હાઈટ્સમાં સોમવાર સવાર સુધીના સાત લોકોના મોત થયા છે.  આગની દુર્ઘટનામા સમયસર મદદ મળે અને  રહેવાસીઓ જ સૂચબુઝ વાપરે તો જાનહાની ટાળી શકાય છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકાએ  મુંબઈગરાને સ્વબચાવનો પાઠ ભણાવવાનો નિર્ણય લીધો છે.

આગ જેવી દુર્ઘટના સમયે મદદ મળી રહે તે પહેલાં પોતાનો બચાવ કેવી રીતે કરવો? અન્ય ની મદદ કઈ રીતે કરવી અને આવા સમયે શું કાળજી લઈ શકાય તેનું જ્ઞાન સામાન્ય નાગરિકોને હોવું આવશ્યક છે. તેથી આ તમામ બાબતો નો પાઠ સામાન્ય રહેવાસીઓને ભણાવવામાં આવવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ શનિવાર અને રવિવારના દિવસે હાઈરાઈસ બિલ્ડિંગના ઈમારતોના રહેવાસીઓનું ગ્રુપ બનાવીને તેમને ફાયરબ્રિગેડ દ્વારા આગ દરમિયાન પોતાનો અને અન્યનો કઈ રીતે બચાવ કરી શકાય તેમ જ આગ કેવી રીતે બુઝાવવી શકાય એની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે. બહુ જલદી તે બાબતે કાર્યવાહી ચાલુ કરવામાં આવશે એવું મેયર કિશોરી પેડણેકર કહ્યું છે.

મહાનગરપાલિકા એક્શન મોડમાં, તાડદેવ પરિસરની ગગનચુંબી ઇમારતમાં બનેલી ઘટનાની તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના, BMC કમિશનરને આટલા દિવસમાં રિપોર્ટ સોંપાશે 

 મેયરે કહ્યું કે આગની દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ પહોંચીને બચાવ કાર્ય ચાલુ કરે તેની નાગરિકોએ રાહ જોતા બેસવાને બદલે હિંમતથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આગને કારણે નીકળતા ધુમાડાને કારણે નાગરિકોને વધુ ત્રાસ થાય છે. તેથી ધુમાડાથી બચવા શું કરવું જેવી ટ્રેનિંગ પણ બહુ મહત્વની સાબિત થશે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version