News Continuous Bureau | Mumbai
મુંબઈમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ શહેરમાં બિલ્ડીંગ, કાર, બસ બાદ હવે શહેરની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનના પૈડાંમાં આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. મધ્ય રેલવેના આસનગાંવ સ્ટેશન પાસે લોકલ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ CST જતી વખતે રેલવેની કસારા CST લોકલ ટ્રેનના પૈડાંમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેન સવારે 8:18 વાગ્યે કસારાથી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Mumbai local train's wheel caught fire today mrng nr Asangaonrailway stn. After noticing d fire,passengers started panicking & jumped dwn frm d train.d wheels of d train caught fire due to friction in d brakes.d entire incident created chaos on tracks near d Asangaon railway stn. pic.twitter.com/4RWOZfLTg1
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) February 16, 2023
મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય રેલવેના આસનગાંવ રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ તરફ જતી કસારા લોકલના પૈડામાંથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે મુસાફરો લોકલમાં આગ લાગી શકે તેવા ડરથી લોકલને અધવચ્ચે અટકાવી હતી અને નીચે ઉતરી ગયા હતા.
એક મુસાફરે તરત જ આસનગાંવ સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી. ઘટનાની જાણ થતા જ મોટરમેન, ગાર્ડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 15 થી 20 મિનિટ બાદ ટ્રેનને ફરીથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે રવાના કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્રેક્સમાં ઘર્ષણના કારણે લોકલના વ્હીલમાં આગ લાગી હોવાનું કહેવાય છે