ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કરી રોડની 60 માળની હાઈરાઇઝ બિલ્ડંગમાં શુક્રવારે આગનો ભીષણ બનાવ બન્યો હતો, જેમાં એકનું મોત થયું હતું. બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટના એ કંઈ પહેલી દુઘર્ટના નથી. બિલ્ડિંગ બનવાનું કામ ચાલુ થયું ત્યારથી જ આ દુઘર્ટનાઓ ઘડતી રહી છે. હજી ગયા મહિનામાં ગણેશોત્સવ દરમિયાન આ બિલ્ડિંગમાં આગની દુર્ઘટના બની હતી. મળેલી માહિતી મુજબ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના ફ્લૅટના નીચેના ઘરમાં આગનો બનાવ બન્યો હતો. આગની આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના મૅનેજમેન્ટે બિલ્ડિંગમાં ફાયર ઑડિટ કરાવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનું તથા અન્ય ખામીઓ પણ જણાઈ આવી હોવાનું કહેવામાં આવે છે. ફાયર સેફ્ટી સિસ્ટમમાં અનેક ખામીઓ હોવા છતાં તેના સમારકામ વગેરેનું કામ હાથમાં લેવામાં આવ્યું નહોતું. રહેવાસીઓના આરોપ મુજબ મોક ડ્રિલ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં ગડબડ હોવાનું જણાઈ આવ્યું હતું. જો ત્યારે જ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.
મુંબઈનું અગ્નિ કાંડ : છેલ્લા દસ વરસમાં લગભગ 50,000 આગ લાગી. જાણો મુંબઈમાં આગ લાગવાના આંકડા