News Continuous Bureau | Mumbai
લોકલ ટ્રેન બાદ મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ ઉપક્રમ(BEST bus)ની મુંબઈના અમુક વિસ્તારોમાં બસ દોડતી બંધ થઈ ગઈ છે. કોન્ટ્રેકટર કંપનીએ પગાર નહીં આપતા કર્મચારીઓ(employee on strike) સતત બીજા દિવસે હડતાળ પર ઉતરી જતા ગુરુવાર બાદ શુક્રવારે પણ અમુક રૂટ પર બસ દોડી નહોતી. તેથી પીક અવર્સમાં ઓફિસ જનારા હજારો મુંબઈગરાને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈના વડાલા(Vadala), કુર્લા(Kurla) અને બાંદરા (Bandra)ડેપોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર હડતાળ પર ઉતરી ગયા હતા. એમપી નામના આ કોન્ટ્રેક્ટર પાસે મુંબઈના પાંચ ડેપોને બસ સહિત ડ્રાઈવર પૂરા પાડવાનો કોન્ટ્રેક્ટ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો, શહેરમાં ફરી ગતિ પકડી રહ્યો છે કોરોના, સતત બીજા દિવસે 90થી વધુ કેસ; જાણો આજની કોરોના પરિસ્થિતિ…
બાંદરા(Bandra), કુર્લા(Kurla), કોલાબા(Colaba), વિક્રોલી(Vikhroli) અને વડાલા (Vadala)ડેપોના લગભગ 500 ડ્રાઈવરોએ શુક્રવારે પણ કામ બંધ રાખ્યું હતું. તેથી પ્રવાસી(commuters)ઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખાનગી કોન્ટ્રેકટરે પગાર નહીં ચૂકવતા કોન્ટ્રેક્ટર પર રહેલા ડ્રાઈવર હડતાળ પર ઉતરી જતા લોકોને હાલાકી થઈ હતી. છેવટે બેસ્ટ દ્વારા અન્ય ડેપો અને બીજા રૂટ પરથી વધારાના બસ દોડાવી હતી.