Site icon

રિક્ષાચાલકો માટે કોરોના બન્યો કાળ સમાન, જાણો કેટલી રિક્ષાઓ ઓછી થઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 
સોમવાર

કોવિડ સમયગાળા દરમિયાન, સરકારે જાહેર પરિવહન પર રિક્ષા અને ટેક્સી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો અને  આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો. તેથી, આ કોવિડનો સૌથી મોટો ફટકો ઓટો રિક્ષાને લાગ્યો છે. છેલ્લા એક વર્ષમાં 5,000થી વધુ ઓટો રિક્ષામાં ઘટાડો થયો છે. મુંબઈમાં રિક્ષાનો ધંધો અને બેંક લોનના હપ્તા ભરવામાં અસમર્થતાને કારણે હવે રિક્ષાચાલકોએ  તેમનો ધંધો બંધ કરી દીધો હોય તેવું જાણવા મળે છે.

Join Our WhatsApp Community

ચાર વર્ષ પહેલા વર્ષ 2018માં મુંબઈ ઉપનગરોમાં ઓટો રિક્ષાની સંખ્યા 1 લાખ 82 હજાર 69 હતી. 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ 2020 સુધી આ સંખ્યા 2 લાખ 27 હજાર 54 હતી. પરંતુ કોવિડ સમયગાળા દરમિયાન, આ સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. 1લી એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધી તે 2 લાખ 22 હજાર 801 હતો. આનો અર્થ એ છે કે કોવિડ સમયગાળા દરમિયાન ઓટો રિક્ષાની સંખ્યામાં લગભગ સાડા પાંચ હજારનો ઘટાડો થયો છે. તેથી તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઓટો રિક્ષા ચાલકોને કોવિડ દ્વારા ભારે ફટકો પડ્યો છે.

રસ્તા પરના ખાડા પૂરવાને લઈને ભાજપના આ નેતાએ સત્તાધારી પાર્ટી શિવસેનાને કહી દીધી આ વાત; આદિત્ય ઠાકરેએ તેને ફાલતુ વિષય ગણાવી દીધો; જાણો વિગત

ઓટો રિક્ષા યુનિયનના અધિકારીઓના એક મીડિયાહાઉસને જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે ધંધો બંધ થવાને લીધે ડ્રાઈવરો તેમના બેંકના હપ્તા ચૂકવી શક્યા નથી. મોટાભાગની રિક્ષાઓ બેંક લોન પર છે અને તેમાંથી કેટલીક જપ્ત કરવામાં આવી છે અને કેટલીક બેન્કો અને ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી લોનના હપ્તા ન ચૂકવવાના કારણે વેચી દેવામાં આવી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version