News Continuous Bureau | Mumbai
દેશના 75મા સ્વતંત્રતા દિવસના(Independence Day) અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’(Azadi ka Amrit Mohotsav) હેઠળ મુંબઈ મેટ્રો વન(Mumbai Metro One) દ્વારા શાળાએ જતા બાળકો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર શાળાના વિદ્યાર્થીઓ(School students) ફ્રીમાં મેટ્રોમાં પ્રવાસ(Travel in metro) કરી શકશે.
વિદ્યાર્થીઓ સવારે 6:30 થી રાતે 12 વાગ્યા સુધી મફત મેટ્રો સેવાનો(Metro Service) લાભ લઈ શકશે.
જોકે આ માટે શાળાના વિદ્યાર્થીઓએ યુનિફોર્મ(Uniform) પહેરેલો હોવો ફરજિયાત છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેટ્રો સ્ટેશન(Metro station), મેટ્રો ટ્રેન(Metro train), મેટ્રો 1 વિસ્તારને શણગારવામાં આવશે.
આ ઉપરાંત મેટ્રો 1ના હેડક્વાર્ટર સહિત 12 મેટ્રો સ્ટેશનો પર ધ્વજ ફરકાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક