ત્રણ દિવસના વિરામ પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે એક લિટર પેટ્રોલ અને એક લિટર ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.30 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.48 રૂપિયા થઇ ગયો છે.
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 84.36 રૂપિયા થઇ ગયો છે.
આ અગાઉ પાંચ ફેબુ્રઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
સવાર સવાર માં માઠા સમાચાર. સીએનજી અને પીએનજી ના ભાવ મુંબઈ માં વધ્યા. જાણો વિગત…