News Continuous Bureau | Mumbai

Ganesh Mahotsav: મુંબઈમાં ઠેર-ઠેર ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ભક્તો બાપ્પાના આગમન માટે તૈયાર છે. મોટા ગણેશોત્સવ મંડળોની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
મુંબઈના સૌથી મોટા અને પ્રખ્યાત ગણેશોત્સવ મંડળ તરીકે જાણીતા લાલબાગના રાજાનું ગુરુવારે આગમન થયું હતું. ભક્તોને પણ રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. બાપ્પાના પ્રથમ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥🚩🙏🏼The iconic Lalbaugcha Raja, one of Mumbai’s most beloved Ganesh idols, has unveiled its first look. May the divine blessings of Lord Ganesha bring prosperity, happiness and peace to all… pic.twitter.com/1oNKciE5Ph
— Vishwajit Rane (@visrane) September 5, 2024
લાલબાગના રાજાના આકર્ષક મુગટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંબાણી પરિવારે લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે.આ વર્ષે લાલબાગના રાજાનો મુગટ સોનાનો બનેલો છે અને અંબાણી પરિવારે આ વર્ષે રાજાને આ મુગટ અર્પણ કર્યો છે.
અનંત અને રાધિકાના લગ્ન પછી આ પહેલો ગણેશોત્સવ હોવાથી ગણેશના ભક્ત એવા અંબાણી પરિવારે રાજાને 15 કરોડની કિંમતનો 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
હાલમાં રાજાના આ મુગટ ની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. લાલબાગના રાજાના ફર્સ્ટ લૂકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ગુરુવારે મુંબઈના લાલબાગના રાજાના પ્રથમ દર્શન થયા. લાલબાગના રાજાની આરાધ્ય 14 ફૂટની બાપ્પાની મૂર્તિ આ વર્ષે મયુરાસન પર બિરાજમાન છે. લાલબાગના રાજા આ વર્ષે મયુર મહેલમાં બિરાજમાન થયા છે.
લાલબાગના રાજાનું આ 91મું વર્ષ છે. રસપ્રદ વાત એ છે કે, લાલબાગના રાજાએ આ વર્ષે 20 કિલોનો સોનાનો મુગટ પહેર્યો છે. આ મુગટ ની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.