કાંદિવલીના ચારકોપના એક ઘરમાં આજે સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021

સોમવાર

કાંદિવલીના ચારકોપ વિસ્તારની એક સોસાયટીમાં આજે સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી છે. ઘટના સ્થળે 4 ફાયર એન્જિન પહોંચ્યાં હતાં અને લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

કાંદિવલી વેસ્ટના ચારકોપના સેક્ટર 5ની ઇમારતના એક ફ્લૅટમાં આજે પરોઢે 5.00 વાગ્યે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. ફાયર બ્રિગેડના અધિકારીએ આપેલી માહિતી મુજબ સિલિન્ડરમાંથી ગૅસ લીક થયો હતો. સવારના સમયે ઘરમાં બધા સૂતા હતા. એથી બારી-બારણાં બંધ હોવાને લીધે લીક થયેલો ગૅસ ઘરમાં જ એકત્ર થયો હતો. ત્યાર બાદ ગૅસ ચાલુ કરતાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. જેમાં ઘરના સામાનને થોડું નુકસાન થયું છે. કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

હેં! કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બૉમ્બે યુનિવર્સિટીના સંચાલકો પાસે કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી; જાણો વિગત

ઘટનાસ્થળે સવારે 7 વાગ્યાની આસપાસ 4 ફાયર એન્જિન પહોંચ્યાં હતાં. લગભગ 15થી 30 મિનિટમાં ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લઈ લીધી હતી.

 

Exit mobile version