ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં ફરી એક વખત ગેસ દુર્ઘટનાનો કમનસીબી બનાવ બન્યો હતો. ઘાટકોપર(વેસ્ટ)માં નારાયણ નગરમાં એક ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ગાળામાં ગેસ લીકેજની દુઘર્ટના બની હતી, જેમાં એકનું મોત થયું હતું તો બે જખમી થયા હતા.
મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ઘાટકોપર(વેસ્ટ)માં નારાયણ નગરમાં કુર્લા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વહેલી સવારના 8.15 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જયાં કેમિકલ કંપનીમાં ટેન્કની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન મેથાનોલ અને કાયનોરિક ક્લોરાઈડ ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. ઘટના સ્થળે કામ કરી રહેલા ત્રણ કર્મચારીને તેનો ત્રાસ થતા તેમને તરત રાજાવાડી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે આ દુર્ઘટનામાં 36 વર્ષના રામનિવાસ સરોજનું ઘટના સ્થળે જ ગુંગળાઈ જવાથી મોત થયું હતું. તો 36 વર્ષના રુબીન સોલકર અને 25 વર્ષના સારવંશ સોનાવણેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર છે.