News Continuous Bureau | Mumbai
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune expressway)પર થયેલા વિચિત્ર એક્સિડન્ટ(Road accident)ને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખંડાલા ઘાટ(Khandala Ghat)માં ખોપોલી એક્ઝિટ પાસે ઢાળવાળા ઢોળાવ પર અકસ્માત થયો છે, જેમાં પ્રોપલીન ગેસ ટેન્કરના(Propylene gas tanker) ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર આગળ દોડી રહેલી બે કાર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે બે કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો : પૂર્વ-પશ્ચિમ ને જોડનારો આ મહત્વનો રસ્તો ટ્રાફિક માટે 12 દિવસ રહેશે બંધ.. જાણો વિગતે.
સ્ટેટ ટ્રાફિક હાઈવે પોલીસના(Traffic police) જણાવ્યા મુજબ અને મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 11.30 વાગ્યે થયો હતો. અકસ્માતને પગલે બંને તરફનો વાહન વ્યવહાર થોડો સમય ખોરવાયો ગઈ હતો.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની માહિતી મળતાં જ બોરઘાટ દસ્તુર હાઈવે પોલીસ(Highway police) ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. એન્જલ ઈમરજન્સી સ્ક્વોડ, આઈઆરબીના(IRB) જવાનો અને ખોપોલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે એન્જલ ઈમરજન્સી સ્ક્વોડ(Police Angel Emergency Squad) અને આઈઆરબીના જવાનોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.