News Continuous Bureau | Mumbai
Geeta Jayanti : વિશ્વનો મહાન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા ( Shri mad Bhagwat Geeta ) એ સમગ્ર માનવ જીવનના પ્રારબ્ધ અને પુરુષાર્થનો પાયો છે. કર્મ, જ્ઞાન, વિષાદ,મોક્ષ અને સત્ ચિત આનંદના આ મહાન ગ્રંથને માનવ જીવનમાં પુનઃસ્થાપિત કરવાના ઉચ્ચ આદર્શ સાથે શ્રીમદ ભાગવત ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સમાવવાની માંગ ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી ( MP Gopal Shetty ) એ લોકસભા ( Loksabha ) ના પટલ પર ડિસેમ્બર ૨૦૨૧ મૂકી હતી.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) અને ભારત સરકાર તેમજ (NCERT) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા શાળાના અભ્યાસક્રમમાં રામાયણ ( Ramayan ) અને મહાભારત ( Mahabharat ) ના પાઠનો સમાવેશ કરવાના પ્રસ્તાવને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

છેલ્લા બે વર્ષમાં, શ્રીમદભગવદ્ગીતા પ્રચાર સમિતિ અને પોઈસર જીમખાના ( Poisar Gymkhana ) ના સંયુક્ત નેજા હેઠળ, ઇસ્કોન ( ISKCON ) જુહુ સંસ્થાન દ્વારા શ્રીમદભગવદ્ગીતાનો અભ્યાસ સાં.ગોપાલ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હજારો પરિવારો સુધી પહોંચ્યો છે. ૨૩મી ડિસેમ્બરે ગીતા જયંતી નિમિત્તે કાંદિવલી (પશ્ચિમ)માં પોઈસર જીમખાના ખાતે શ્રીમદભગવદ ગીતા પર દિવ્ય કૃષ્ણલીલા નૃત્ય, પ્રવચન અને સન્માન સમારોહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી ડો. સિતારા દેવીના પુત્રી શ્રીમતી જયતિમાલા મિશ્રા અને તેમના સમૂહે કૃષ્ણલીલા નૃત્ય રજૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Urfi javed: પૈસા કમાવવા આવું કામ કરવા મજબૂર થઇ ઉર્ફી જાવેદ, અભિનેત્રી એ શોધી કાઢ્યો કમાણી નો નવો સ્ત્રોત, જુઓ વિડીયો
આ પ્રસંગે હજારો કૃષ્ણપ્રેમી નાગરિકોને પુષ્ટિમાર્ગી ગોસ્વામી શ્રી ૧૦૮ રાજકુમાર મહારાજશ્રી, મીરા રોડ ઇસ્કોન મંદિરના શ્રી ભીમા પ્રભુજી, જુહુ ઇસ્કોન સંસ્થાના શ્રી કૃષ્ણ ભજનદાસજી દ્વારા શ્રીમદ્ભગવદ્ગીતા પર ધ્યાનાત્મક પ્રવચન સાથે સંબોધન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન, છેલ્લા બે વર્ષમાં શ્રીમદ ભગવદ ગીતાના પ્રચારમાં યોગદાન આપનાર પત્રકારત્વ જગતના વરિષ્ઠ પત્રકારો/સંપાદકો/પ્રકાશક ગૃહોને સાં.ગોપાલ શેટ્ટી અને ઇસ્કોનના સ્વામી શ્રી કૃષ્ણ ભજનદાસજીના અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાંસદ ગોપાલ શેટ્ટીએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું કે, “તમારા બાળકોને નાનપણથી જ શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસની આદત પાડો. તેને તમારા જીવનનો એક ભાગ બનાવો. આજના યુગમાં આપણે આ મહાન ગ્રંથનો આધાર લઈને આપણા જીવનના શ્રેષ્ઠ કાર્યો કરવાના છે.”
પોઇસર જીમખાના દ્વારા આયોજિત ભવ્ય ગીતા જયંતી મહોત્સવમાં મોટા મંદિરના ગોસ્વામી શ્રી રાજકુમાર મહારાજશ્રી, મીરા રોડ ઈસ્કોન મંદિરના શ્રી ભીમ પ્રભુજી, જુહુ ઇસ્કોન સંસ્થાના શ્રી કૃષ્ણ ભજનદાસ જી, દહિસરના ધારાસભ્ય મનીષા તાઈ ચૌધરી, પોઇસર જીમખાનાના પ્રમુખ મોહન ભંડારી, ઉપપ્રમુખ કરુણાકર શેટ્ટી, ગીતા જયંતિ આયોજન કમિટીના ચેરમેન અને ભાજપ નેતા ડૉ.યોગેશ દુબે, ભાજપના વરિષ્ઠ નેતા એડ.જે.પી. મિશ્રા, ઉત્તર મુંબઈ ભાજપ જિલ્લા અધ્યક્ષ ગણેશ ખણકર, ભાજપ
મુંબઈ સચિવ વિનોદ શેલાર, આચાર્ય પવન ત્રિપાઠી, એડ. જ્ઞાનમૂર્તિ શર્મા, શ્રીકાંત પાંડે, ગંગારામ જમનાની, યોગેશ વર્મા, ઉત્તર મુંબઈ ભાજપના પ્રચાર વડા નીલાબેન સોની, તમામ ભૂતપૂર્વ કોર્પોરેટરો સહિત ભાજપના અધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં કૃષ્ણપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.