News Continuous Bureau | Mumbai
Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં સુસવાટા ભર્યા પવન અને જોરદાર વરસાદને કારણે ઘાટકોપરમાં ( Ghatkopar ) 120 બાય 120 ચોરસ ફુટનું હોર્ડિંગ ધારાશાયી થઈ તૂટી પડ્યું હતું. જેમાં 100થી વધુ લોકો તેની દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 14થી વધુ મૃત્યુ પામ્યા હતા, તો 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ 14 નિર્દોષ લોકોના મૃત્યુના શોક વ્યક્ત મંગળવારે ઉત્તર પૂર્વ મુંબઈમાં તેની તમામ રાજકીય સભાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા સીટ માટે શિવસેના ( Shiv Sena UBT ) ના ઉમેદવાર સંજય દીના પાટીલે ( Sanjay Dina Patil ) મિડીયા સાથે વાત કરતા નિવેદન આપતા જણાવ્યું હતું કે શિવસેના અને મહાવિકાસ અઘાડીના અન્ય નેતાઓએ આ ઘટનામાં થયેલા દુ:ખદ મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો.
Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં ચૂંટણી પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે..
પાટીલે વધુમાં નિવેદનમાં કહ્યું હતું કે, મુંબઈમાં ચૂંટણી પ્રચાર ( election campaign ) હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને 20મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તેથી હવે ખુબ ઓછા દિવસો બચ્યા છે. તેથી તમામ રાજકીય પક્ષો માટે આ દિવસો નિર્ણાયક છે. જો કે, આ દુખદ સમયે શિવસેના (યુબીટી) એ મુંબઈકરોની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : TVS iQube: TVS તરફથી મોટો ધમાકો! ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, TVS iQube ના નવા વેરિઅન્ટ્સ થયા લોન્ચ: સસ્તી રેન્જ અને શાનદાર માઇલેજ.. જાણો શુ છે ફીચર્સ..
દરમિયાન, પંતનગર પોલીસે ઈગો મીડિયાના ડિરેક્ટર ભાવેશ ભીંડે, કંપનીના અન્ય ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને અન્યો સાથે છેલ્લાં બે વર્ષથી ગેરકાયદેસર ( Illegal Hoarding ) રીતે હોર્ડિંગ ચલાવતી કંપની વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો હતો.
પોલીસે તેમની સામે આઈપીસીની કલમ 304, 337, 338 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
Ghatkopar Hoarding Collapse: રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે..
જ્યારે રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. જો કે, વિપક્ષોનું કહેવું છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારો માટે માત્ર વળતર પૂરતું નથી. પરંતુ આ અકસ્માત માટે જવાબદારો સામે કડક કાર્યવાહીથી પીડિતોને ન્યાય મળી શકે છે. આ દરમિયાન, BMCએ શહેરમાં અન્ય ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંતર્ગત, ઘટનાસ્થળે રહેલા અન્ય બિલબોર્ડને પણ બીએમસી દ્વારા હવે હટાવવામાં આવ્યા છે. તેમજ આખા મુંબઈમાં ગેરકાયદે હોર્ડિંગો દૂર કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Methi Thepla : સવારના નાસ્તામાં બનાવો મેથીના થેપલા, હેલ્થ માટે છે બેસ્ટ, નોંધી લો સરળ રીત..
